IRCTC લૉન્ચ કરી ‘જ્યોતિર્લિંગ દર્શન’ ટ્રેન, ખાવા-પીવા, રહેવાની વ્યવસ્થા સાથે કરાવે છે ચાર જ્યોતિર્લિંગના દર્શન, જાણો સંપૂર્ણ માહિતી
આ ટ્રેનની શરૂઆત કાલ એટલે કે 21 ઓક્ટોબરથી પ્રયાગરાજથી થઇ છે.
IRCTC Jyotirlinga Darshan Train: ભારતના તમામ તીર્થ સ્થળોમાં જ્યોર્તિલિંગ સ્થળોનુ સ્થાન ખુબ મહત્વનુ અને ખાસ છે. અહીંના તીર્થ યાત્રી પોતાના જીવનમાં કુલ 12 જ્યોર્તિલિંગ સ્થળોમાંથી વધુમાં વધુ દર્શન કરી લેવા માંગે છે. જોકે હંમેશા બજેટ તેમની આ ઇચ્છાની આડે આવે છે. જો તમે પણ તેમાંથી એક છો જે આ જ્યોર્તિલિંગ સ્થળોના દર્શન કરવા ઇચ્છે છે, તો આઇઆરસીટીસી તમારા માટે એક બેસ્ટ મોકો લઇને આવી છે. રેલવેએ કાલે એક ટ્રેન લૉન્ચ કરી છે, જેનુ નામ છે જ્યોર્તિલિંગ દર્શન ટ્રેન. આ અંતર્ગત તમે દસ દિવસના યાત્રાના પેકેજનો લાભ લઇ શકો છો.
આ સ્થળો પર જઇ શકે યાત્રી -
ભારતના 12 જ્યોર્તિલિંગ સ્થળોમાંથી આ ટ્રેન તમને ચારના દર્શન કરાવશે, જેનુ નામ આ પ્રકારે છે- મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, સોમનાથ અને નાગેશ્વાર જ્યોર્તિલિંગ. આ દસ રાત અને અગિયાર દિવસના પેકેજની કિંમત 10,395 રૂપિયા પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવી છે. આ પેકેજનુ બુકિંગ શરૂ થઇ ચૂક્યુ છે, એટલા માટે જો તમે પણ ઇન્ટરેસ્ટેડ હોય તો પેકેજ બુક કરાવી લો.
વધુ ડિટેલ અહીંથી લઇ શકો છો......
https://www.irctctourism.com/
આ ટ્રેનની શરૂઆત કાલ એટલે કે 21 ઓક્ટોબરથી પ્રયાગરાજથી થઇ છે.
આ જગ્યાઓ પર પણ કરાવશે પ્રવાસ -
ચાર જ્યોર્તિલિંગ સ્થળો ઉપરાંત આ ટુરમાં યાત્રીઓને દ્વારકામાંથી દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા મંદિર, અમદાવાદમાં સાબરમતી આશ્રમ અને વડોદરામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો પ્રવાસ પણ કરાવશે.
આ ટૂરિસ્ટ પ્લેસીસ ઉપરાંત, ટ્રેન ઉદયપુર શહેરમાં પણ રોકાશે, જ્યાં યાત્રીઓને સિટી પેલેસ અને મહારાણા પ્રતાપ સ્મારક પણ બતાવવામાં આવશે.
આ પેકેજ દરમિયાન યાત્રીઓને શાકાહારી ભોજન, જેમાં દિવસના ત્રણ ભોજન સામેલ છે, આપવામાં આવશે. આની સાથે જ યાત્રીઓને રહેવાની વ્યવસ્થા ધર્મશાળા કે એવા જ સ્થળો પર હશે. બાકી કોઇપણ પ્રકારની વધારાની સુવિધા માટે યાત્રીઓએ ખુદ પૈસા ખર્ચ કરવા પડશે. વિસ્તારથી જાણકારી માટે આઇઆરસીટીસીની અધિકારીક વેબસાઇટ પર જઇ શકો છો.