શોધખોળ કરો

Jaipur: RSSના કાર્યક્રમમાં છરી વડે હુમલો,8 સ્વયંસેવક ઘાયલ, મચી અફરાતફરી

Jaipur: જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક કાર્યક્રમ દરમિયાન ચાકુ અને લાકડીઓથી થયેલા હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી.

Jaipur: જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક કાર્યક્રમ દરમિયાન ચાકુ અને લાકડીઓથી થયેલા હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી જ્યારે શરદ પૂર્ણિમાના અવસરે જયપુરના કરણી વિહારમાં ખીર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન છરી અને લાકડીઓ લઈને આવેલા કેટલાક અજાણ્યા લોકોએ સંઘના કાર્યકરો પર હુમલો કર્યો હતો. હુમલામાં 7 થી 8 સ્વયંસેવક ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

ઘાયલોની જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ધારાસભ્ય ગોપાલ શર્મા અને અન્ય લોકો ઘાયલોની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ડીસીપી (પશ્ચિમ) અમિત કુમારે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સાતથી આઠ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે એસએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

અચાનક થયો હુમલો

કુમારે કહ્યું કે, આ હુમલો અચાનક થયો છે. રાજસ્થાન ભાજપના ભૂતપૂર્વ વડા અરુણ ચતુર્વેદીએ જણાવ્યું કે આરએસએસ શરદ પૂર્ણિમાના અવસર પર ખીર વિતરણનો કાર્યક્રમ આયોજિત કરી રહી હતી, જ્યાં અચાનક ચાકુ અને અન્ય હથિયારોથી સજ્જ હુમલાખોરોએ સભા દરમિયાન લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું. ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તેમની ઇજાઓની ગંભીરતા જાણવા માટે તબીબી તપાસ કરવામાં આવી રહી છે. કરણી વિહાર વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. પોલીસ હુમલા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, આજે કરણી વિહાર પોલીસ સ્ટેશન હેઠળના રજની વિહારમાં સંઘના કાર્યક્રમ દરમિયાન સંઘના સ્વયંસેવકો પર કેટલાક અસામાજિકોએ હુમલો કર્યો હતો. માહિતી મળતાં તેઓ તાત્કાલિક અસરથી એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા અને તમામ ઘાયલ સ્વયંસેવકોની સંભાળ લીધી. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

કર્નલ રાઠોડે કહ્યું કે, ખીર વિતરણ કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન ચાલી રહ્યા હતા. આ દરમિયાન 2-3 લોકો ત્યાં આવ્યા હતા અને પહેલા મોટા ખીરના માટલાને લાત મારી હતી અને પછી અપશબ્દો બોલવા લાગ્યા હતા. લોકોએ તેને સમજાવ્યા. આ દરમિયાન તેણે 7-8 લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. હાલની સ્થિતિ એવી છે કે લોકોએ તેને ત્યાં પકડી લીધો અને તે હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ઘાયલોની સ્થિતિ ખતરાની બહાર છે. સ્થિતિ નિયંત્રણમાં છે. ,

આ પણ વાંચો...

Israel Hamas War: ઇઝરાયેલી હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત, બેન્જામિન નેતન્યાહુએ પુષ્ટિ કરી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jaipur: RSSના કાર્યક્રમમાં છરી વડે હુમલો,8 સ્વયંસેવક ઘાયલ, મચી અફરાતફરી
Jaipur: RSSના કાર્યક્રમમાં છરી વડે હુમલો,8 સ્વયંસેવક ઘાયલ, મચી અફરાતફરી
IND Vs NZ: ભારતીય ટીમ માટે સારા સમાચાર, ત્રીજા દિવસે વરસાદના કારણે ધોવાઇ શકે છે મેચ

ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેન વિરુદ્ધ લડવાની તૈયારીમાં, ઝેલેન્સકીએ દુનિયાને યુદ્ધ રોકવા કરી અપીલ

જો તમને પણ સવારે ઉઠતા જ ફોન જોવાની આદત છે તો થઇ શકે છે આ ગંભીર નુકસાન
જો તમને પણ સવારે ઉઠતા જ ફોન જોવાની આદત છે તો થઇ શકે છે આ ગંભીર નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વ્યાભિચારના બોક્સHun To Bolish | હું તો બોલીશ | તીસરી આંખને અંધાપોGold Price | દિવાળી પહેલા સોનું ઓલટાઈમ હાઈ,  જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયોIND vs NZ | બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં ભારત 46 રનમાં ઓલઆઉટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jaipur: RSSના કાર્યક્રમમાં છરી વડે હુમલો,8 સ્વયંસેવક ઘાયલ, મચી અફરાતફરી
Jaipur: RSSના કાર્યક્રમમાં છરી વડે હુમલો,8 સ્વયંસેવક ઘાયલ, મચી અફરાતફરી
IND Vs NZ: ભારતીય ટીમ માટે સારા સમાચાર, ત્રીજા દિવસે વરસાદના કારણે ધોવાઇ શકે છે મેચ
IND Vs NZ: ભારતીય ટીમ માટે સારા સમાચાર, ત્રીજા દિવસે વરસાદના કારણે ધોવાઇ શકે છે મેચ
ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેન વિરુદ્ધ લડવાની તૈયારીમાં, ઝેલેન્સકીએ દુનિયાને યુદ્ધ રોકવા કરી અપીલ
ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેન વિરુદ્ધ લડવાની તૈયારીમાં, ઝેલેન્સકીએ દુનિયાને યુદ્ધ રોકવા કરી અપીલ
જો તમને પણ સવારે ઉઠતા જ ફોન જોવાની આદત છે તો થઇ શકે છે આ ગંભીર નુકસાન
જો તમને પણ સવારે ઉઠતા જ ફોન જોવાની આદત છે તો થઇ શકે છે આ ગંભીર નુકસાન
Health Tips: કરવા ચોથ પર નહીં લાગે તરસ, પાણી પીધા વિના તમારી જાતને આ રીતે રાખો હાઇડ્રેટેડ
Health Tips: કરવા ચોથ પર નહીં લાગે તરસ, પાણી પીધા વિના તમારી જાતને આ રીતે રાખો હાઇડ્રેટેડ
Israel Hamas War: ઇઝરાયેલી હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત, બેન્જામિન નેતન્યાહુએ પુષ્ટિ કરી
Israel Hamas War: ઇઝરાયેલી હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત, બેન્જામિન નેતન્યાહુએ પુષ્ટિ કરી
ટીબીની તપાસ થશે સરળ, ભારતે બનાવી સ્વદેશી એક્સ-રે મશીન

Women T20 World Cup 2024: સાઉથ આફ્રિકાએ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી

Embed widget