Israel Hamas War: ઇઝરાયેલી હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત, બેન્જામિન નેતન્યાહુએ પુષ્ટિ કરી
Hamas Chief Yahya Sinwar Killing News: 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયેલ પર હુમલાનો મુખ્ય ષડયંત્રકાર યાહ્યા સિનવારે ગાઝા યુદ્ધ કરાવ્યું, ત્યારથી તે ઇઝરાયેલની વોન્ટેડ લિસ્ટમાં સૌથી ઉપર છે.
Yahya Sinwar Killing News: ઇઝરાયેલ તેના દુશ્મનો પર કહેર બનીને તૂટી પડ્યું છે. હિઝબુલ્લાહ ચીફને ઠાર કર્યા બાદ ઇઝરાયેલે ગુરુવારે (17 ઓક્ટોબર) કહ્યું કે ગાઝામાં IDF ઓપરેશન દરમિયાન હમાસના ત્રણ લડવૈયાઓને મારી નાખ્યા છે, જેમાં હમાસ ચીફ યાહ્યા સિનવાર પણ સામેલ હતો. આ વાતની પુષ્ટિ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કરી.
સમાચાર એજન્સી ANIએ ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના હવાલાથી જણાવ્યું કે નેતન્યાહુએ તેમના સાથીઓને નિર્દેશ આપ્યા કે ઇઝરાયેલી બંધકોના પરિવારોને જણાવી દેવામાં આવે કે હમાસ ચીફ યાહ્યા સિનવાર મારી નાખવામાં આવ્યો છે.
આ પહેલા ઇઝરાયેલી સેના મારી નખાયેલા આતંકવાદીઓની ઓળખ કરી રહી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર IDFએ કહ્યું હતું, "ગાઝામાં IDF ઓપરેશન દરમિયાન 3 આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા. IDF અને ISA આ સંભાવનાની તપાસ કરી રહ્યા છે કે આતંકવાદીઓમાંથી એક યાહ્યા સિનવાર હતો. આ સમયે આતંકવાદીઓની ઓળખની પુષ્ટિ કરી શકાતી નથી. જે ઇમારતમાં આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા, ત્યાં બંધકોની હાજરીના કોઈ સંકેત મળ્યા નથી. વિસ્તારમાં કામ કરી રહેલા દળો જરૂરી સાવચેતી સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું છે."
હમાસે પુષ્ટિ નથી કરી
બીજી તરફ, હમાસ તરફથી પણ તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. સામાન્ય રીતે સુરક્ષા મુદ્દાઓ વિશે પ્રકાશિત કરતી હમાસ સાથે સંકળાયેલી વેબસાઇટ અલ મજ્દે ફિલિસ્તીનીઓને સિનવાર વિશે જૂથ પાસેથી જ માહિતીની રાહ જોવાની અપીલ કરી છે.
During IDF operations in Gaza, 3 terrorists were eliminated. The IDF and ISA are checking the possibility that one of the terrorists was Yahya Sinwar. At this stage, the identity of the terrorists cannot be confirmed.
— Israel Defense Forces (@IDF) October 17, 2024
In the building where the terrorists were eliminated, there…
ઇઝરાયેલે શું કહ્યું?
ઇઝરાયેલના આર્મી રેડિયોએ કહ્યું કે આ ઘટના દક્ષિણી ગાઝા પટ્ટીના રફાહ શહેરમાં એક જમીની અભિયાન દરમિયાન થઈ, જેમાં ઇઝરાયેલી સૈનિકોએ ત્રણ આતંકવાદીઓને મારી નાખ્યા અને તેમના મૃતદેહો પોતાની સાથે લઈ ગયા. વિઝ્યુઅલ એવિડન્સથી જણાય છે કે તેમાંથી એક વ્યક્તિ સિનવાર હતો અને DNA પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલ પાસે ઇઝરાયેલી જેલમાં વિતાવેલા સમયના સિનવારના DNA નમૂનાઓ છે.
ઇઝરાયેલના નિશાના પર યાહ્યા સિનવાર કેમ?
વાસ્તવમાં, ગયા વર્ષે 7 ઓક્ટોબરે યાહ્યા સિનવારના આદેશ પર જ હમાસના લડવૈયાઓએ ઇઝરાયેલમાં ઘૂસીને નરસંહાર મચાવ્યો હતો. કોન્સર્ટમાં ઘૂસીને છોકરીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો, નિર્દોષ બાળકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા અને મહિલાઓને ઘસડીને તેમની સાથે બર્બરતા કરવામાં આવી. ઘણી છોકરીઓને તેમની સાથે લઈ ગયા. વૃદ્ધોને પણ છોડવામાં આવ્યા નહીં.
આ પણ વાંચોઃ
એન્કાઉન્ટરને લઈને પોલીસ માટે શું છે પ્રોટોકોલ? જાણો પહેલી ગોળી ક્યાં મારવી જોઈએ