શોધખોળ કરો

સસંદનું ચોમાસુ સત્ર ક્યારે શરૂ થશે ? કેવી હશે વ્યવસ્થા, જાણો વિગતે

સામાન્ય રીતે આ સત્ર જુલાઈના અંતિમ સપ્તાહમાં શરૂ થઈ જતું હતું અને મધ્ય ઓગસ્ટ સુધી ચાલતું હતું. પરંતુ આ વખતે કોરોના કાળના કારણે સત્રમાં વિલંબ થયો છે.

નવી દિલ્હીઃ સંસદનું મોનસૂન સત્ર આગામી થોડા દિવસોમાં શરૂ થઈ શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, રાજ્યસભા ચેરમેને ઓગસ્ટના ત્રીજા સપ્તાહ સુધીમાં તમામ તૈયારી પૂર્ણ કરવા દિશા નિર્દેશ આપ્યો છે. સામાન્ય રીતે આ સત્ર જુલાઈના અંતિમ સપ્તાહમાં શરૂ થઈ જતું હતું અને મધ્ય ઓગસ્ટ સુધી ચાલતું હતું. પરંતુ આ વખતે કોરોના કાળના કારણે સત્રમાં વિલંબ થયો છે. કોઈપણ જાતના વિક્ષેપ વગર સત્ર પૂરું કરી શકાય તે માટે લોકસભા અને રાજ્યસભા સચિવાલયમાં સત્ર ચલાવવા માટેની તૈયારી લગભગ પૂરી કરી લેવામાં આવી છે. ગૃહની કાર્યવાહીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે તૈયારી કરવામાં આવી રહી છે. જે મુજબ રાજ્યસભા ચેમ્બરની અંદર 4 મોટી સ્ક્રીન અને તેની સાથે અલગ અલગ 4 ગેલેરીમાં 6 નાની સ્ક્રીન લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ રીતે સંસદના બંને ગૃહોને એકબીજા સાથે જોડવામાં આવી રહ્યા છે. સોશિયલ ડિસ્ટેંસિંગનું યોગ્ય રીતે પાલન થઈ શકે તેને ધ્યાનમાં રાખીને આમ કરવામાં આવી રહ્યું છે. ગત મહિને લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના ચેરમેન વચ્ચે થયેલી બેઠકમાં સંસદના બંને ગૃહોનો ઉપયોગ સત્ર દરમિયાન કરવાનું નક્કી થયું હતું. રાજ્યસભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે રાજ્યસભા ચેમ્બર અને ગેલેરીની સાથે લોકસભા ચેમ્બર્સનો પણ ઉપયોગ કરી શકાશે. જે અંતર્ગત 60 સભ્યોને ચેમ્બરમાં અને 51 સભ્યોને રાજ્યસભાની ગેલેરીમાં બેસાડવામાં આવશે. જ્યારે બાકીના 132 સભ્યોને લોકસભા ચેમ્બરમાં બેસાડવામાં આવશે.
અલગ અલગ પાર્ટીઓના સભ્યોને રાજ્યસભા ચેમ્બર અને ગેલેરીમાં સ્થાન આપવામાં આવશે. ઉપરાંત અન્ય સભ્યોને લોકસભા ચેમ્બરમાં બેસાડવામાં આવશે. રાજ્યસભામાં પ્રધાનમંત્રી, નેતા વિપક્ષ સહિત અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓની સીટ ફિક્સ હશે. એર કંડીશનરમાં અલ્ટ્રાવાયોલેટ કીટાણુનાશક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાશે, જેનાથી અનેક પ્રકારના વાયરસને હવામાં ફેલાતા રોકી શકાશે. પત્રકારોને વિદેશી મહેમાનો માટે રિઝર્વ સીટ પર સ્થાન આપવામાં આવશે. આ દરમિયાન સંસદના સભ્ય કાગળ અને દસ્તાવેજોનો ઓછામાં ઓછો ઉપયોગ કરે તેવી કોશિશ કરવામાં આવશે. અમેરિકન એક્સપર્ટ ફાઉસીનો દાવો, કોરોનાનો સામનો કરવા અડધી પ્રભાવી રસી જ પૂરતી રહેશે સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં એક જ હોસ્પિટલમાં કોરોનાથી 15 દર્દીનાં મોત થતાં ખળભળાટ, 23 કેદીના રીપોર્ટ પણ પોઝિટિવ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget