શોધખોળ કરો

મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક, જાણો કેમ લોકડાઉન વધારવાનો લેવાઈ શકે છે નિર્ણય ?

સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે બે સરકારી સંસ્થાઓ અનુસાર આઈસીએમઆરે સંકેત આપ્યા છે કે જો 17 મે બાદ લોકડાઉન ખતમ કરી દેવામાં આવશે તો કોરોના સંક્રમણના મામલામાં ઝડપથી વધારો થઈ શકે છે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 3 કલાકે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે. કોરોના વાયરસના પ્રકોપ બાદ પ્રધાનમંત્રીની મુખ્યમંત્રીઓ સાથે પાંચમી બેઠક હશે. આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને બોલવાનો મોકો મળશે. અત્યાર સુધીની સૌથી લાંબી બેઠક હશે તેમ પણ માનવામાં આવશે. બેઠકમાં સૌથી વધારે સંક્રમિતોવાળા રાજ્યો પર ફોક્સ હશે. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ પૂરો થાય છે તેના થોડા દિવસો પહેલા જ આ બેઠક થઈ રહી હોવાથી અનેક દ્રષ્ટિએ મહત્વની રહેશે. બીજો તબક્કો 3 મે અને પ્રથમ તબક્કો 14 એપ્રિલે પૂરો થયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે બે સરકારી સંસ્થાઓ અનુસાર આઈસીએમઆરે સંકેત આપ્યા છે કે જો 17 મે બાદ લોકડાઉન ખતમ કરી દેવામાં આવશે તો કોરોના સંક્રમણના મામલામાં ઝડપથી વધારો થઈ શકે છે. આ સંસ્થાઓનું કહેવું છે કે હાલ લોકડાઉન ખોલવું આત્મહત્યા કરવા બરાબર હશે. આ પહેલા પીએમ મોદી 20 માર્ચ, 2 એપ્રિલ, 11 એપ્રિલ અને 27 એપ્રિલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી ચુક્યા છે. કોરોના સંકટ પર મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદીની પાંચમી બેઠક હશે. આ બેઠકમાં લોકડાઉનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે, જે બાદ તેને વધારવાનો કે ખતમ કરવાનો ફેંસલો લેવામાં આવશે. અનેક રાજ્યો લોકડાઉન વધારવાના પક્ષમાં છે. બેઠકમાં મુખ્ય ભાર આર્થિક ગતિવિધિ વધારવા પર રહેશે. આ પહેલા શનિવાર કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ સતત બે બેઠક કરી હતી, જેમાં ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાને ખોલવા પર ચર્ચા થઈ હતી. કોરોનાના વધતા સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન બે વખત લંબાવવામાં આવ્યું છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થિતિમાં દેશમાં આમ લોકોમાં 17 મે બાદ પણ લોકડાઉન ચાલુ રહેશે કે નહીં તેની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન રેલ મંત્રી પીયૂષ ગોયલે 12 મેથી નવી દિલ્હીથી દેશના મુખ્ય સ્ટેશનોને જોડતી ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. હાલ 15 વિશેષ ટ્રેન શરૂ કરાશે. જેનું બુકિંગ 11 મે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. ટ્રેન શરૂ કરવાનો મતલબ લોકડાઉનમાં રાહત આપવાની શરૂઆત માનવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 67,152 પર પહોંચી છે. 2206 લોકોના મોત થયા છે અને 20,917 લોકો સાજા થઈ ગયા છે. હાલ 44,029 એક્ટિવ કેસ છે.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget