Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: હડતાળ પર બેઠેલા જૂનિયર ડોકટરો સાથે વાત કર્યા બાદ મમતા સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે
Kolkata doctors protest: હડતાળ પર બેઠેલા જૂનિયર ડોકટરો સાથે વાત કર્યા બાદ મમતા સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે અને મેડિકલ એજ્યુકેશન ડાયરેક્ટર અને હેલ્થ સર્વિસના ડાયરેક્ટરને હટાવી દીધા છે. મમતાએ તબીબોને આશ્વાસન આપતા કહ્યું કે મંગળવારે સાંજે 4 વાગ્યા સુધીમાં કોલકત્તા પોલીસ કમિશનરને હટાવી દેવામાં આવશે અને વિનીત ગોયલની જગ્યાએ નવા સીપી ચાર્જ સંભાળશે. તેમજ મંગળવારે સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ ઘણા મોટા ફેરફારો થશે. ડોકટરોએ મમતા સરકાર પાસે પાંચ માંગણીઓ કરી હતી જેમાંથી ત્રણ માંગણી સરકારે સ્વીકારી છે.
#WATCH Kolkata: RG Kar Medical College Rape-Murder case | West Bengal Chief Minister Mamata Banerjee said, "... We have accepted 3 of their 4 demands... DC North (Abhishek Gupta) will also be removed and a decision will be taken about the new DC tomorrow. Apart from this, full… pic.twitter.com/obrSUZKgyc
— ANI (@ANI) September 16, 2024
RG Kar Medical College Rape-Murder case | West Bengal CM Mamata Banerjee says, " We tried listening to junior doctors...we have decided to change the DC (Kolkata Police Commissioner)...he agreed to resign himself...in health department, they demanded the removal of 3 persons and… pic.twitter.com/f7xkS4lNYM
— ANI (@ANI) September 16, 2024
RG Kar medical college rape-murder case | West Bengal CM Mamata Banerjee says, "In view of the demand of junior doctors, Kolkata Police Commissioner Vineet Kumar Goyal has said in the meeting that he is ready to resign. At 4 pm, Vineet will hand over the responsibility to the new… pic.twitter.com/FVa2UJX4u1
— ANI (@ANI) September 16, 2024
સરકારના નિર્ણય પછી ડોકટરોએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે કે તેઓ હડતાલ યથાવત રાખશે કારણ કે તેમની સંપૂર્ણ માંગણીઓ હજુ સુધી સ્વીકારવામાં આવી નથી.
મુખ્યમંત્રીએ મમતા બેનર્જીએ કહ્યું હતું કે કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર (ઉત્તર), જેમની સામે પીડિત પરિવારે લાંચનો આરોપ મુક્યો હતો, તેમને પણ હટાવવામાં આવશે. જૂનિયર ડોકટરોની માંગને જોતા કોલકાતા પોલીસ કમિશનર વિનીત કુમાર ગોયલે બેઠકમાં કહ્યું કે તેઓ રાજીનામું આપવા તૈયાર છે. વિનીત સાંજે 4 વાગ્યે નવા પોલીસ કમિશનરને જવાબદારી સોંપશે."
'ડોક્ટરો સામે કોઈ કાર્યવાહી નહીં થાય'
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે બેઠક 'સકારાત્મક' હતી અને સરકારે ડોકટરોની પાંચમાંથી ત્રણ માંગણીઓ સ્વીકારી હતી અને જૂનિયર ડોકટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, "મેં આંદોલનકારી ડોકટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે કારણ કે તેમની પાંચમાંથી ત્રણ માંગણીઓ સ્વીકારવામાં આવી છે. વિરોધ કરી રહેલા ડોકટરો સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે નહીં."
મમતા સરકારે આરોગ્ય ક્ષેત્રના માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત તમામ બાબતોની સુનાવણી માટે મુખ્ય સચિવના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે અને કહ્યું છે કે અમે ડેપ્યુટી કમિશનર (ઉત્તર) ને પણ હટાવવાનો નિર્ણય લીધો છે.
અગાઉ, મમતા બેનર્જી સોમવારે કોલકાતાની ઘટનાનો વિરોધ કરી રહેલા જૂનિયર ડોક્ટરોને મળ્યા હતા. રાત્રે 9 વાગ્યા પછી બેઠક સમાપ્ત થઈ ત્યારબાદ મુખ્યમંત્રીએ ડૉક્ટરોને હડતાળ સમાપ્ત કરવા અને બને તેટલી વહેલી તકે કામ પર પાછા ફરવાની અપીલ કરી હતી.
ડોક્ટરોએ ઉજવણી કરી
કોલકાતા પોલીસ કમિશનરને હટાવવાની મુખ્યમંત્રીની જાહેરાત બાદ વિરોધ કરી રહેલા ડોકટરો ઉજવણી કરી રહ્યા છે. તેમજ કામ પર પાછા ફરવાની મુખ્યમંત્રીની અપીલનો પણ ડોક્ટરોએ હજુ સુધી જવાબ આપ્યો નથી.
'ડોક્ટરોની હડતાળ ચાલુ રહેશે'
ડોક્ટરોએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આ આંદોલનની જીત છે. રાજ્ય પ્રશાસને અમારી મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે એ વાત સાચી, પરંતુ આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચાયો હતો. પરંતુ જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ પ્રદર્શન યથાવત રાખીશું. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ અમે કામ બંધ કરવા અંગે નિર્ણય લઈશું.