શોધખોળ કરો
કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન બન્યા નવા મુખ્ય આર્થિક સલાહકાર, અરવિંદ સુબ્રમણ્યનું લેશે સ્થાન
![કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન બન્યા નવા મુખ્ય આર્થિક સલાહકાર, અરવિંદ સુબ્રમણ્યનું લેશે સ્થાન Krishnamurthy Subramanian appointed as Chief Economic Advisor કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન બન્યા નવા મુખ્ય આર્થિક સલાહકાર, અરવિંદ સુબ્રમણ્યનું લેશે સ્થાન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/07165813/Krishnamurthy-Subramaniam-1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સરકારે નવા મુખ્ય આર્થિક સલાહકારના નામની જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકારે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યની નવા ચીફ ઇકોનોમિક એડવાઇઝર તરીકે નિમણૂક કરી છે. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન અરવિંદ સુબ્રમણ્યનનું સ્થાન લેશે. અરવિંદ સુબ્રમણ્યને જૂલાઇમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનની નિમણૂક ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે. કૃષ્ણમૂર્તિ હાલમાં ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં ભણાવે છે. કૃષ્ણમૂર્તિ આઇઆઇટી અને આઇઆઇએમના એલ્યુમિની છે. તેમને બેન્કિંગ, કોર્પોરેટ વહીવટ અને આર્થિક નીતિઓના એક્સપર્ટ માનવામાં આવે છે. કૃષ્ણમૂર્તિએ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી, પ્રાઇમરી માર્કેટ, સેકેન્ડરી માર્કેટ અને રિસર્ચ પર સેબીની સ્થાયી સમિતિઓના સભ્ય તરીકે કામ કર્યું છે. પોતાના કોર્પોરેટર નીતિના કામ હેઠળ તે બંધન બેન્ક, નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બેન્ક મેનેજમેન્ટ અને આરબીઆઇ એકેડમી બોર્ડ માટે કામ કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)