Lawrence Bishnoi : લોરેંસ બિશ્નોઈએ ખુલ્લેઆમ કહ્યું- સલમાન માફી માંગે નહિંતર અમે...
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી એબીપી ન્યૂઝને આપેલા એક્ઝ્ક્લુઝિવ ઈન્ટરવ્યુમાં સિદ્ધુ મુસેવાલાની હત્યાને લઈને સનસની ખુલાસા કર્યા છે.
Lawrence Bishnoi Exclusive Interview: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી એબીપી ન્યૂઝને આપેલા એક્ઝ્ક્લુઝિવ ઈન્ટરવ્યુમાં સિદ્ધુ મુસેવાલાની હત્યાને લઈને સનસની ખુલાસા કર્યા છે. સાથે જ લોરેન્સ બિશ્નોઈએ અભિનેતા સલમાન ખાનને લઈને પણ નિખાલસ પણે ખુલાસો કર્યો છે. બિશ્નોઈએ કબૂલાત કરી છે કે તેણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ધમકી આપી હતી.
જાહેર છે કે, તાજેતરમાં જ અભિનેતાને ધમકી આપવાના મામલે તેણે કહ્યું હતું કે, તેમાં તેનો કોઈ હાથ નથી. લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે, અભિનેતા સલમાન ખાને મારા સમાજને નીચું દેખાડવા બદલ માફી માંગી નથી.
લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે, મેં સલમાન ખાનને ધમકી આપી હતી. મેં મારા વિચારો વ્યક્ત કર્યા હતાં. તેણે મારા સમાજનું અપમાન કર્યું છે. તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે માફી માંગી નહોતી. અમારા વિસ્તારમાં આવીને પ્રાણીઓની હત્યા કરી. અમે ઈચ્છતા હતાં કે તે માફી માંગે. અમે નાનપણથી જ ઈચ્છતા હતાં કે તે માફી માંગે. જ્યાં બિશ્નોઈ સમુદાય વધુ હતો ત્યાં તેણે આવીને જીવની હત્યા કરી. આ અંગે અમારા સમાજમાં રોષ જોવા મળ્યો હતો. ફરી ક્યારેય જો આવું થશે, તો હું આ રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.
સલમાનને ક્યારે માફ કરશો?
બિશ્નોઈએ વધુમાં કહ્યું હતું કે, અમે તાજેતરમાં સલમાન ખાનને પત્ર નથી લખ્યો. મુંબઈ પોલીસે મારી પૂછપરછ કરી. મેં ધમકીભર્યો પત્ર મોકલ્યો નથી. જવાબ આપવો જ હશે તો નક્કર જવાબ આપીશું. આપણો સમાજ માફ કરશે તો અમે કંઈ નહીં બોલીએ. નહિંતર, અમે અમારી રીતે હિસાબ કરીશું. અમે બીજા કોઈ પર નિર્ભર નહીં રહીએ. હરણ મારવાના કારણે અમે ગુસ્સે છીએ. બિકાનેર પાસે એક મંદિર છે, તે મંદિરમાં જઈને ક્ષમા માગો. ત્યાર બાદ જ તેના પર વિચાર કરવામાં આવશે. અમે તેનો અહંકાર તોડી નાખીશું. અમે તેને અમારા સમાજની માફી માંગવા વિનંતી કરીએ છીએ.
શું છે મામલો?
વર્ષ 1998માં સલમાન ખાન રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'નું શૂટિંગ કરી રહ્યો હતો. દરમિયાન સલમાન ખાન સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પર સંરક્ષિત કાળિયારનો શિકાર કરવાનો આરોપ હતો. ખાનના સાથી કલાકારો પર પીડિતને ઉશ્કેરવાનો આરોપ હતો.