શોધખોળ કરો
Advertisement
દેશના આ રાજ્યમાં દારૂના ભાવમાં થશે 50 ટકાનો વધારો, જાણો શું છે કારણ
રિપોર્ટ અનુસાર, દિલ્હી સરકારે દારૂના વેચાણથી રાજ્યની આવક 50 ટકા વધારીને રૂ. 5,000 કરોડથી વધારીને 7,651 કરોડ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રા
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના નેતૃત્વ હેઠળની દિલ્હી સરકાર ટૂંક સમયમાં દારૂના કરને લગતી નવી આબકારી નીતિ લાવવાની છે. આ નીતિ અમલમાં આવ્યા પછી, સરકારી અને ખાનગી માલિકીની દુકાનો પર દિલ્હીમાં દારૂના વેચાણના નિયમો બદલાઈ શકે છે. દિલ્હી સરકાર નવી નીતિ આવકમાં વધારો થશે તેવી અપેક્ષા રાખે છે. નવી નીતિ લાગુ થયા પછી દિલ્હીમાં દારૂના ભાવમાં ઓછામાં ઓછા 50 ટકાનો વધારો થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, દિલ્હી સરકારે દારૂના વેચાણથી રાજ્યની આવક 50 ટકા વધારીને રૂ. 5,000 કરોડથી વધારીને 7,651 કરોડ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રાજ્યમાં ઓછી કિંમતની વ્હિસ્કી અને રમનું વેચાણ બંધ થશે. સરકારનું કહેવું છે કે આ નવી નીતિ રાજધાનીના બદલાતા કદને અનુરૂપ દારૂના વ્યવસાયનું સ્વરૂપ બદલવા માટે રજૂ કરવામાં આવી રહી છે.
સમિતિ દ્વારા પ્રસ્તાવિત નીતિ અંગે હાલમાં તમામ પક્ષો દ્વારા સલાહ લેવામાં આવી રહી છે. નવી આબકારી નીતિ અંગેના સૂચનોનું મૂલ્યાંકન કરવા માટે કેજરીવાલ સરકારે મંત્રીઓની સમિતિની રચના કરી છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સમિતિના અધ્યક્ષ રહેશે, જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન અને કાયદા પ્રધાન કૈલાસ ગેહલોત સમિતિના સભ્યો રહેશે. દિલ્હી સરકારનો દાવો છે કે આ મહત્વાકાંક્ષી એક્સાઇઝ નીતિને ભારતભરમાં એક મોડેલ તરીકે ઓળખવામાં આવશે અને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
સમિતિએ સૂચન કર્યું છે કે દિલ્હીમાં ફક્ત મોંઘો બ્રાન્ડેજ દારૂ જ વેચવો જોઇએ અને સસ્તી વ્હીસકી તથા રમના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion