શોધખોળ કરો
અરવિંદ કેજરીવાલે દિલ્હીના CM તરીકે શપથ ગ્રહણ કર્યા, કહ્યું- મોદીના આશીર્વાદ માંગુ છું
Background
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ આજે ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા હતા. દિલ્હીના રામલીલા મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. આ પહેલા વર્ષ 2013 અને 2015માં પણ કેજરીવાલે રામલીલા મેદાનમાં શપથ લીધા હતા. શપથ ગ્રહણ પહેલા કેજરીવાલે તેમના સંભવિત મંત્રીઓ સાથે ડિનર કર્યું અને આ દરમિયાન રાજધાનીના વિકાસના રોડમેપ પર ચર્ચા કરી હતી.
12:53 PM (IST) • 16 Feb 2020
કેજરીવાલે કહ્યું- કેટલાક લોકો કહી રહ્યા છે કેજરીવાલ બધુ ફ્રી કરી રહ્યા છે. આ દુનિયામાં જેટલી કિંમતી ચીજો છે તે ફ્રી છે. મા અને પિતાનો પ્રેમ ફ્રી હોય છે. શ્રવણ કુમારની સેવા ફ્રી હતી. હું દિલ્હીવાસીઓને અને દિલ્હીવાસી કેજરીવાલને ખૂબ પ્રેમ કરે છે. જો હું સ્કૂલમાં ભણતા બાળકો પાસેથી, હોસ્પિટલમાં સારવાર માટે આવતા લોકો પાસેથી રૂપિયા લંઉ તો લાંછન છે આવા મુખ્યમંત્રી પર. સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગશે તેવો સમય જલદી આવશે.
12:51 PM (IST) • 16 Feb 2020
મને ખુશી છે કે આજે મારા મંચ પર મુખ્ય અતિથિ તરીકે દિલ્હીના નિર્માતા હાજર છે. દિલ્હીને કેજરીવાલ નથી ચલાવતો. પરંતુ ઓટોવાળા, શિક્ષક, ડોકટર, સ્ટુડન્ટ અને તમામ દિલ્હીવાસી ચલાવે છે. નેતા અને પાર્ટી આવતી-જતી રહે છે પરંતુ દિલ્હી આગળ વધતી રહે છેઃ કેજરીવાલ
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update
Advertisement





















