શોધખોળ કરો
Advertisement
લૉકડાઉન-4માં ઉબેરે આ શહેરોમાં શરૂ કરી કેબ-ટેક્સી સર્વિસ, સાથે ફરજિયાત કર્યો આ નિયમ
ઉબેર ગ્લૉબલના સીનિયર ડાયરેક્ટર સચિન બંસલે કહ્યું કે, સોમવારે ભારતમાં જ્યાં પણ ઉબેરનુ સંચાન શરૂ થાય છે, યાત્રીઓ અને ચાલકોએ અનિવાર્ય રીતે ફેસ માસ્ક પહેરવુ પડશે
નવી દિલ્હીઃ એપ બેઝ્ડ કેબ સર્વિસીઝ આપનારી કંપની ઉબેરે લૉકડાઉન-4માં પોતાની કેબ સર્વિસ શરૂ કરી દીધી છે, કેન્દ્ર સરકારે લૉકડાઉન-4માં રાજ્ય સરકારો દ્વારા નિર્ણય લેવાની છુટ આપ્યા બાદ કેટલાક રાજ્યોમાં કેબ સર્વિસને મંજૂરી આપવામાં આવી છે, રાજ્યોના ફેંસલાના આધારે ઉબરે અને ઓલા જેવી કંપનીઓએ જુદીજુદી જગ્યાએ સેવાઓ ફરીથી શરૂ કરી દીધી છે.
ઉબેર ગ્લૉબલના સીનિયર ડાયરેક્ટર સચિન બંસલે કહ્યું કે, સોમવારે ભારતમાં જ્યાં પણ ઉબેરનુ સંચાન શરૂ થાય છે, યાત્રીઓ અને ચાલકોએ અનિવાર્ય રીતે ફેસ માસ્ક પહેરવુ પડશે. તેમને કહ્યું કે, આ ડ્રાઇવરો અને પેસેન્જરોની સુરક્ષા નક્કી કરવા માટે શરૂ કરવામાં આવી રહેલી વિશિષ્ટ સુરક્ષા સુવિધાઓ અને નીતિઓનો ભાગ છે.
ચાર મેથી શરૂ થયેલા લૉકડાઉન-3 વખતે પાબંદીઓમાં કેટલીક ઢીલ આપવામાં આવી હતી, ત્યારે કેબ તથા ટેક્સીને કેટલાક વિસ્તારોમાં પરિચાલનની અનુમતી મળી હતી. ઉબેરે ત્રીજા તબક્કામાં જમશેદપુર, કોચ્ચિ, કટક અને ગુવાહાટી (ગ્રીન ઝૉન)ની સાથે સાથે અમૃતસર, રોહતક, ગુરુગ્રામ અને વિશાખાપટ્ટનમ (ઓરેન્જ ઝૉન) સહિત 25 શહેરોમાં પરિચાલન શરૂ કરવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશમાં 25 માર્ચથી લૉકડાઉન લાગુ છે, અને સોમવારે આનો ચોથો તબક્કો પણ શરૂ થઇ ગયો છે, લૉકડાઉન શરૂ થતાં જ કેબ તથા ટેક્સીઓના સંચાલન પર રોક લાગી ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement