શોધખોળ કરો
કોરોનાએ ફરી માથું ઉંચક્યું, આ રાજ્યના 3 જિલ્લામાં ફરીથી લોકડાઉન લદાયુ, જાણો કેટલાક નવા કેસ આવ્યા
મુંબઈમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને લઈ નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી વધવા માંડ્યા છે. 75 દિવસ બાદ મહારાષ્ટ્રમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. મોટાભાગના કેસ અકોલા અને નાગપુરમાં નોંધાયા છે. જેને લઈ અમરાવતી, યવતમાલ અને ગુજરાતીઓની સૌથી વધુ વસ્તી ધરાવતા અકોલામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છ. અમરાવતી અને અકોલામાં આવતીકાલથી રાતના 8 વાગ્યાથી સોમવારના સવારના સાત વાગ્યા સુધી 35 કલાકનું લોકડાઉન અમલમાં રહેશે. તો આ તરફ મુંબઈમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને લઈ નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. મુંબઈમાં પાંચ કરતા વધુ કોરોના કેસ ધરાવતી બિલ્ડીંગ સીલ કરી દેવાશે. હોમ ક્વોરંટાઈનમાં રહેતા દર્દીઓના હાથ પર સ્ટેમ્પ મરાશે. મુંબઈમાં દરેક જાહેર સ્થળ પર માસ્ક ફરજિયાત કરાયા છે. લોકલ ટ્રેનમાં માસ્ક વગરના લોકો સામે પગલા લેવાશે. માસ્ક પહેર્યા વિના કોઈ સમારોહ કે મેળાવડા યોજી શકાશે નહીં. બ્રાજિલથી પરત ફરતા લોકો માટે ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરંટાઈન ફરજિયાત કરાયું છે.
વધુ વાંચો





















