શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશમાં 15 જૂન સુધી લંબાવાયું લોકડાઉન, મુખ્યમંત્રીએ કરી જાહેરાત
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉન-4 ને સમાપ્ત થવાને હવે એક દિવસ બાકી છે.
ભોપાલ: કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં લાગુ લોકડાઉન-4ને સમાપ્ત થવાને હવે એક દિવસ બાકી છે. ત્યારે મધ્યપ્રદેશમાં લોકડાઉન 15 જૂન સુધી લંબાવી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. રાજ્યમાં હવે લોકડાઉન-5 લાગુ થશે.
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અમે હાલમાં તમામ વસ્તુ ખોલી શકીએ નહીં કારણે કે કોરોના વાયરસ સામે લડવાનું છે. લોકડાઉન 15 જૂન સુધી અમે લંબાવાના છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 7645 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આ વાયરસથી 334 લોકોના મોત થયા છે અને 4269 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion