શોધખોળ કરો
Advertisement
તમિલનાડુમાં આજથી મોંઘો થશે દારૂ, વિશેષ ટાઈમ-ટેબલ પ્રમાણે થશે વેચાણ
સરકાર દ્વારા ટેક્સમાં વધારા બાદ સામાન્ય બ્રાન્ડની 180 એમએલ આઈએમએફએલની કિંમતમાં દસ રૂપિયાનો વધારો થશે જ્યારે પ્રીમિયન દારૂની કિંમતમાં 20 રૂપિયા સુધનો વધારો થશે.
ચેન્નઈઃ તમિલનાડુમાં કોવિડ-19ને ફેલાતો રોકવા માટે સતત લોકડાઉનને કારણે 40 દિવસથી વધારે સમય બાદ પ્રથમ વખત દારૂની દુકાનો ખુલશે અને સાત મેથી દારૂની કિંમતમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવશે.
રાજ્ય સરકારે બુધવારે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ભારતમાં બનેલ વિદેશી દારૂ પર એક્સાઈઝ ડ્યૂટીમાં 15 ટકાના વધારા બાદ આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
દારૂ પ્રેમીઓની વધતી સંખ્યાને જોતા પોલીસે ગુરુવારથી દારૂના વેચાણ માટે ગ્રાહકોની ઉંમર પ્રમાણે સ્લોટની જાહેરાત કરી છે, જે ચેન્નઈ અને તેની આસપાસના ત્રણ જિલ્લામાં લાગુ નહીં થાય.
આ છે ટાઈમ-ટેબલ
આદેશ અનુસાર 50 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે દારૂનું વેચાણ સવારે 10થી બપોરે એક સુધી થશે. 40-50 વર્ષીય લોકો એકથી 3 કલાક સુધી અને 40 વર્ષથી ઓછી ઉંમનરા લોકો ત્રણ કલાકથી સાંજે 5 સુધી દારૂ ખરીદી શકશે.
સરકાર દ્વારા ટેક્સમાં વધારા બાદ સામાન્ય બ્રાન્ડની 180 એમએલ આઈએમએફએલની કિંમતમાં દસ રૂપિયાનો વધારો થશે જ્યારે પ્રીમિયન દારૂની કિંમતમાં 20 રૂપિયા સુધનો વધારો થશે.
દેશમાં સોમવારથી ત્રણ તબક્કાના લોકડાઉન લાગુ થશે. જોકે દારૂનું વેચાણ ચાલુ કરવા સહિત કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બોલિવૂડ
Advertisement