શોધખોળ કરો
Advertisement
MP: ભોપાલમાં 24 જુલાઈથી 10 દિવસ માટે લોકડાઉન, શહેરમાં નથી થમી રહ્યા કોરોનાના કેસ
ભોપાલમાં સંક્રમિતોની સંખ્યા 4867 સુધી પહોંચી ગઈ છે. શહેરમાં કોરાથી અત્યાર સુધી 143 લોકોના મોત થઈ ચૂક્યા છે.
ભોપાલ: ભોપાલમાં જીવલેણ કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે સંક્રમણને રોકવા માટે શહેરમાં 10 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, ભોપાલમાં 24 જુલાઈ રાત્રે 8 વાગ્યાથી આગામી 10 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, વધી રહેલા કોરોના સંક્રમિત કેસને લઈને પહેલેથી જ શનિવાર અને રવિવારે લોકડાઉન લાગુ છે. જ્યારે રાતે 8 વાગ્યાથી કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યું છે. ભોપાલમાં સંક્રમિતોની સંખ્યા 4867 સુધી પહોંચી ગઈ છે. શહેરમાં કોરાથી અત્યાર સુધી 143 લોકોના મોત થઈ ચૂક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, મધ્યપ્રદેશમાં અત્યાર સુધી કોરોનાના 24095 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 7082 એક્ટિવ કેસ છે અને 16257 લોકો સાજા થઈ ગયા છે તથા 756 લોકોના મોત થઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement