શોધખોળ કરો

Lok Sabha election: શું બીજેપી છોડી રહ્યા છે વરુણ ગાંધી? માતા મેનકાએ કર્યો ખુલાસો

Lok Sabha election 2024: લોકસભા ચૂંટણી 2024માં ભાજપે ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા સીટ પરથી વરુણ ગાંધીની ટિકિટ કાપવી એ આવો જ એક નિર્ણય છે.

Lok Sabha election 2024: લોકસભા ચૂંટણી 2024માં ભાજપે ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા સીટ પરથી વરુણ ગાંધીની ટિકિટ કાપવી એ આવો જ એક નિર્ણય છે. જ્યારથી તેમની ટિકિટ કપાઈ છે ત્યારથી વરુણ ગાંધી સમાજવાદી પાર્ટી અથવા કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. હવે આ મુદ્દે એબીપી ન્યૂઝે સુલતાનપુરના બીજેપી ઉમેદવાર અને વરુણ ગાંધીના માતા મેનકા ગાંધીને સવાલ કર્યો છે. બીજેપી સાંસદ મેનકા ગાંધીએ કહ્યું કે તેમને આની જાણ નથી. મને તેના પર ગર્વ છે, તેણે તેના જીવનમાં ખૂબ જ સમજદારીથી કામ કર્યું છે.

પીલીભીતથી તેમના પુત્રની ટિકિટ કેન્સલ થવા પર પ્રતિક્રિયા આપતા મેનકા ગાંધીએ કહ્યું, તેમણે પીલીભીતની ખૂબ કાળજી લીધી. મને તેમના પર ખૂબ ગર્વ છે. જ્યારે વરુણને પીલીભીત છોડવું પડ્યું ત્યારે લોકો ખૂબ રડ્યા હતા. મને પૂરી આશા છે કે વરુણ આગળ જે પણ કરશે તે દેશ માટે સારું જ હશે. 

પીલીભીતથી ટિકિટ ન મળતા વરુણ ગાંધીએ જાહેરાત કરી હતી કે તેઓ આ વખતે ચૂંટણી નહીં લડે. 3 એપ્રિલે પીલીભીતમાં ભાજપ દ્વારા આયોજિત પ્રબુદ્ધ સંમેલનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાગ લીધો હોવા છતાં, વરુણ ગાંધી મંચ પર જોવા મળ્યા ન હતા. પીલીભીતથી બીજેપી ઉમેદવાર જિતિન પ્રસાદ સીએમ યોગીની સાથે કાર્યક્રમમાં હાજર હતા. 28 માર્ચે તેણે પીલીભીતના લોકોને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે પોતાને આ જગ્યાનો પુત્ર ગણાવ્યો હતો. વરુણ ગાંધીએ પોતાના પત્રમાં કહ્યું હતું કે પીલીભીતના લોકો સાથે તેમનો સંબંધ રાજકારણથી પર છે અને તેઓ લોકોની સેવા કરવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે.

ભાજપના સાંસદ મેનકા ગાંધીએ છેલ્લા પાંચ વર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે હું મંત્રી ન બની ત્યારે સુલતાનપુરના લોકોએ અફસોસ વ્યક્ત કર્યો હતો, ત્યારબાદ મેં ત્યાંના લોકોને કહ્યું હતું કે તમને કામની ચિંતા છે ને? જો કોઈ કામમાં ઉણપ આવે તો મને જણાવજો. મારી તાકાત મંત્રી બનવામાં નથી, સેવામાં રહેલી છે. ઉત્તર પ્રદેશમાં તમામ 80 બેઠકો જીતવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, "ભાજપ એક કેડર બેઝ પાર્ટી છે. તેને મજબૂત કરવામાં 5 થી 10 વર્ષ લાગ્યા છે. હવે જોઈએ કે તેઓ કેટલી મહેનત કરે છે. પીએમ મોદીની આ લહેર કેડરના કારણે છે. ફરીથી ચૂંટણી જીત્યા બાદ મંત્રી બનાવવાના સવાલ પર તેમણે કહ્યું કે, "આ બધુ અત્યારે મારા મગજમાં નથી. મેં જીવનમાં ક્યારેય કંઈ માંગ્યું નથી. મને જે મળ્યું છે તેનાથી ખુશ છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget