(Source: ECI/ABP News/ABP Majha)
મોટા સમાચાર : લોકસભામાં સ્પીકર સાથે અપમાનજનક વર્તન કરનારા કોંગ્રેસી સાંસદો પર મોટી કાર્યવાહી, જાણો કેટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા
Loksabha Monsoon session : લોકસભાની કાર્યવાહીમાં દખલ કરનારા કોંગ્રેસના સાંસદો પર લોકસભા અધ્યક્ષ ઓમપ્રકાશ બિરલાએ મોટી કાર્યવાહી કરી છે.
Congress MPs suspended in Loksabha : લોકસભામાં મોંઘવારી અને અન્ય બાબતો અંગે હોબાળો કરનારા અને લોકસભાની લોબી અને લોકસભા અધ્યક્ષની બેઠક સુધી પ્લેકાર્ડ લઈને વિરોધ કરનારા તેમજ લોકસભાની કાર્યવાહીમાં દખલ કરનારા કોંગ્રેસના સાંસદો પર લોકસભા અધ્યક્ષ ઓમપ્રકાશ બિરલાએ મોટી કાર્યવાહી કરી છે.
4 કોંગ્રેસ સાંસદો સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ
લોકસભા અધ્યક્ષ ઓમપ્રકાશ બિરલાએ કોંગ્રેસના 4 સાંસદોને સમગ્ર ચોમાસું સત્ર માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ સાંસદો મણિકમ ટાગોર, રામ્યા હરિદાસ, જોથિમણી અને ટીએન પ્રતાપન સહિત ચાર કોંગ્રેસના સાંસદોને તેમના "ગેરવર્તન અને કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા" બદલ સમગ્ર ચોમાસુ સત્ર માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાંસદોને 'સ્પીકર પ્રત્યે અભદ્ર અને અપમાનજનક વર્તન' માટે નિયમ 374 હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
4 Congress MPs suspended for entire Monsoon session over 'unruly behaviour'
— ANI Digital (@ani_digital) July 25, 2022
Read @ANI Story | https://t.co/BFKThevzAm#Congress #MonsoonSession #LokSabha pic.twitter.com/akZYlgGZRr
લોકસભા અધ્યક્ષે આપી હતી ચેતવણી
લોકસભામાં વિવિધ મુદ્દે હોબાળો કરનારા કોંગ્રેસી સાંસદોને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું,
“જો વિપક્ષ ચર્ચા કરવા ઈચ્છે છે તો હું તેના માટે તૈયાર છું. જો સાંસદો ફક્ત ગૃહમાં પ્લેકાર્ડ બતાવવા માંગતા હોય, તો તેઓ બપોરે 3 વાગ્યા પછી ગૃહની બહાર કરવામાં આવી શકે છે. દેશની જનતા ઇચ્છે છે કે ગૃહ ચાલે.”
તેમણે સાસંદોને ચેતવણી આપતા કહ્યું, “ ગૃહમાં પ્લેકાર્ડ લાવનાર કોઈપણ સભ્યને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ લોકશાહીનું મંદિર છે, ગૃહની ગરિમા જાળવવાની જવાબદારી સભ્યોની છે. હું સભ્યોને વિનંતી કરું છું કે તેઓ ગૃહમાં પ્લેકાર્ડ લાવવાનું બંધ કરે. સરકાર ચર્ચા કરવા તૈયાર છે. ”
લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
વિપક્ષના હોબાળા વચ્ચે લોકસસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સથગીત કરવામાં આવી છે. લોકસભાની કાર્યવાહી આવતીકાલ 26 જુલાઈ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.