પ્રેમિકાનો બર્થ ડે મનાવવા હોટલમાં ગયો યુવક, બંને નશામાં ચૂર થઈ શરીર સુખ માણવામાં હતાં વ્યસ્ત ને પોલીસ ત્રાટકી, પ્રેમીએ શું કર્યું ?
હોટલમાં રૂમ બુક કરાવીને પ્રેમી સાથે બર્થ ડે મનાવવું પ્રેમિકાને ભારે પડ્યું હતું. બંને નશામાં ચૂર થઈને શરીર સુખ માણતા હતા ત્યારેપોલીસ ત્રાટકી હતી. પોલીસને જોઈ પ્રમી પ્રેમિકાને છોડીને ફરાર થઈ ગયો હતો.
હોટલમાં રૂમ બુક કરાવીને પ્રેમી સાથે બર્થ ડે મનાવવું પ્રેમિકાને ભારે પડ્યું હતું. બંને નશામાં ચૂર થઈને શરીર સુખ માણતા હતા ત્યારેપોલીસ ત્રાટકી હતી. પોલીસને જોઈ પ્રમી પ્રેમિકાને છોડીને ફરાર થઈ ગયો હતો. આ મામલો પટનાના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના શિવપુરી મોહલ્લાનો છે. ગુરુવારે રાતે એક હોટલમાં પોલીસે રેઇડ પાડી હતી. જેમાં યુવક-યુવતી નશાની હાલતમાં ઝડપાયા હતા. આ દરમાયન પોલીસને ચકમો આપી પ્રેમી ફરાર થઈ ગયો હતો પરંતુ પ્રેમિકા પોલીસ ઝપટે પડી હતી.
જાણકારી મુજબ, શિવપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં એક પ્રેમી યુગલે રૂમ બુક કરાવ્યો હતો. બંને રૂમમાં બેસીને શરાબની મહેફિલ માણતા હતા. આ દરમિયાન પોલીસને આ કપલ હોટલમાં બેસીને પાર્ટી કરતું હોવાની સૂચના મળી હતી. જે બાદ પોલીસ પહોંચી હતી. પોલીસને જોતાં જ પ્રેમી ફરાર થઈગયો હતો. પોલીસના કહેવા મુજબ યુવતી નશાની હાલતમાં હતી. જે બાદ તે જેની સાથે પાર્ટી કરતી હતી તેની માહિતી મેળવવામાં આવી હતી.
પોલીસ અધિકારીના કહેવા મુજબ, યુવતીનો જન્મદિવસ હતો. પાર્ટી માટે આ લોકોએ રૂમ બુક કર્યો હતો. આ દરમિયાન પોલીસે જ્યારે ત્યાં રેડ કરી ત્યારે યુવક બારી કૂદીને ભાગી ગયો હતો પરંતુ યુવતીએ બીયર પીધું હતું. આ કારણે તે ઉભી થઈ શકી નહોતી. યુવતી પટનાની રહેવાસી છે અને પૂછપરછ બાદ પોલીસે ફરાર થઈ ગયેલા યુવકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.