Modi US Visit 2021: PM મોદી આ મહિનાના અંતે અમેરિકા જશે ? જાણો મોટા સમાચાર
Modi US Visit 2021 પીએમ મોદી 23-24 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસે જઈ શકે છે. સૂત્રના જણાવ્યા મુજબ, શિડ્યૂલ હજુ ફાઇનલ નથી થયું.
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી ચાલુ મહિનાના અંતે અમેરિકાના પ્રવાસે જઈ શકે છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે મોદીની અમેરિકા મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રના જણાવ્યા મુજબ, શિડ્યૂલ હજુ ફાઇનલ નથી થયું.
કઈ તારીખે અમેરિકા જઈ શકે છે મોદી
પીએમ મોદી 23-24 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસે જઈ શકે છે. મોદી વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્કનો પ્રવાસ કરી શકે છે. જો બાઈડેન રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રથમ અમેરિકા પ્રવાસ હશે. મોદી-બાઇડેન વચ્ચે પ્રથમ વખત રૂબરુ મુલાકાત થશે. આ પહેલા બંને નેતા ત્રણ વખત વર્ચુઅલી મળી ચુક્યા છે. માર્ચમાં ક્વાડ સમિટ, એપ્રિલમાં ક્લાયમેંટ ચેન્જ સમિટ અને જુમાં જી-7 સમિટ દરમિયાન બંને નેતાઓ વર્ચુઅલી મળ્યા હતા.
એજન્ડામાં રહેશે તાલિબાન અને ચીન
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની આ યાત્રા મહત્વપૂર્ણ હશે. પીએમ મોદી જો બાઇડેન સાથે મુલાકાત ઉપરાંત અમેરિકાના ટોચના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી શકે છે. અમેરિકા પ્રવાસ પર મોદીનો એજન્ડા અફઘાનિસ્તાન સંકટ અને ચીન પર હેશે.
2019માં હાઉડી મોદી
આ પહેલા 2019ના સપ્ટેમ્બરમાં મોદી અમેરિકા પ્રવાસે ગયા હતા. ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઉડી મોદી કાર્યક્રમનો સંબોધન કર્યુ હતું. જેમાં તમણે અબકી બાર ટ્રમ્પ સરકાર નારો આપ્યો હતો. જે ચૂંટણીમાં કામ નહોતો આવ્યો અને ટ્રમ્પની હાર થઈ હતી. હવે જો પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ નક્કી થશે તો બે વર્ષ બાદ તેઓ ફરી અમેરિકા પ્રવાસે જશે.
PM Modi likely to visit US later this month, no official word on it yet
— ANI Digital (@ani_digital) September 4, 2021
Read @ANI Story | https://t.co/Cgls3pUYNf#PMModi #US pic.twitter.com/YEbW7PPEro