શોધખોળ કરો
Advertisement
ભોપાલ AIIMSમાં નારાજ વિદ્યાર્થીઓએ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી નડ્ડા પર ફેંકી શાહી
ભોપાલ: મધ્ય પ્રદેશની એમ્સમાં નારાજ વિદ્યાર્થીએ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પર શાહી ફેંકી હતી. નડ્ડા શનિવારે રાજ્યની રાજધાની ભોપાલમાં હતા. તેમને રહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી અને ત્યારબાદ તે એમ્સ પહોંચ્યા હતા.
નડ્ડાએ એમ્સ ભોપાલમાં એમઆરઆઈ અને સીટી સ્કેન મશીનનું ઉદ્દઘાટન કર્યું હતું. તે દરમિયા વિદ્યાર્થીઓના એક જૂથે તેમનો જોરદાર વિરોધ શરૂ કર્યો હતો. આટલું જ નહીં, નારાજ વિદ્યાર્થીઓએ નડ્ડા પર શાહી પણ ફેંકી હતી. જે તેમના કૂતરા અને ગાડી ઉપર પડી હતી.
જો કે, કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા એમ્સ પહોંચતાં જ મેડિકલ વિદ્યાર્થીઓએ તેમનો વિરોધ શરૂ કરી દીધો હતો. વિદ્યાર્થીઓએ એમ્સની બિલ્ડિંગ બનાવવામાં થઈ રહેલી ઢીલાશ અને ફેકલ્ટી સહિત બીજી સુવિધાઓની કમીના કારણે જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો. એક બાજુ વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તો બીજી બાજુ નડ્ડાએ MRI અને સીટી સ્કેન મશીનનું ઉદ્દઘાટન કરી રહ્યા હતા. એના પછી જ્યારે તે બહાર આવી રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થીઓએ પોતાની માંગોને ન સાંભળતા નારાજ થઈને તેમના ઉપર શાહી ફેંકી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement