(Source: ECI/ABP News/ABP Majha)
Madhya Pradesh Bus Accident: એમપીના ધાર જિલ્લામાં બસ નર્મદા નદીમાં ખાબકી, અત્યાર સુધીમાં 13 મૃતદેહ મળી આવ્યા, 15 લોકોને બચાવાયા
આ દુર્ઘટના ખલઘાટમાં બનેલા નર્મદા બ્રિજની કહેવાય છે. આ પેસેન્જર બસ ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહી હતી.
Madhya Pradesh Bus Accident: મધ્યપ્રદેશમાં એક મોટો બસ અકસ્માત સર્જાયો છે. અહીં ધાર જિલ્લામાં એક મુસાફરોથી ભરેલી બસ નર્મદા નદીમાં પડી હતી. આ દુર્ઘટનામાં 15 લોકોને બચાવી લેવાયા છે જ્યારે અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે કહ્યું કે તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે બધાને સુરક્ષિત રાખે. તેમણે ટ્વિટ કરીને કહ્યું- ધાર જિલ્લાના ખલઘાટ ખાતે મુસાફરોથી ભરેલી બસ નર્મદા નદીમાં પડી જવાની દુખદ માહિતી મળી છે. હું સરકાર અને વહીવટીતંત્ર પાસે માંગ કરું છું કે યુદ્ધના ધોરણે બચાવ કાર્ય કરીને લોકોને રાહત આપવાનું કામ કરવામાં આવે.
12 people dead, 15 rescued after a Maharashtra Roadways bus going from Indore to Pune falls off Khalghat Sanjay Setu in Dhar district, says Madhya Pradesh minister Narottam Mishra. pic.twitter.com/h4FuW2B3Ch
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 18, 2022
धार जिले के खलघाट मे नर्मदा नदी में सवारियों से भरी एक बस के गिरने की दुखद जानकारी मिली है।
— Kamal Nath (@OfficeOfKNath) July 18, 2022
मैं सरकार व प्रशासन से माँग करता हूँ कि युद्ध स्तर पर बचाव कार्य कर लोगों को राहत पहुँचाने का काम किया जावे।
ईश्वर से सभी को सकुशल रखने की कामना करता हूँ।
આ દુર્ઘટના ખલઘાટમાં બનેલા નર્મદા બ્રિજની કહેવાય છે. આ પેસેન્જર બસ ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ખરગોન-ધાર ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બસમાં બેઠેલા લોકોની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યું છે.