શોધખોળ કરો
Advertisement
PPE કિટ પહેરી રાજ્યસભા માટે મતદાન કરવા પહોંચ્યા કોરોના સંક્રમિત MLA, વિધાનસભાને કરાઈ સેનિટાઈઝ
એક ધારાસભ્ય પીપીઈ કિટ પહેરીને વિધાનસભા પહોચ્યા હતા, કારણ કે આ ધારાસભ્ય કોરોના સંક્રમિત છે.
ભોપાલ: દેશમાં આજે 8 રાજ્યોમાં 19 રાજ્યસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાંથી 3 બેઠકો મધ્યપ્રદેશની છે, જ્યાં મહામારીના કારણે લોકડાઉન પહેલા જ કમલનાથના નેતૃત્વવાળી કૉંગ્રેસ સરકાર પડી ગઈ અને શિવરાજ સિંહ ચૌહાણની ભાજપ સરકારે વાપસી કરી હતી. કૉંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને મતદાન કરવા તેમને એક સાથે બસમાં રવાના કર્યા હતા. ત્યારે પાર્ટીના એક ધારાસભ્ય પીપીઈ કિટ પહેરીને વિધાનસભા પહોચ્યા હતા, કારણ કે આ ધારાસભ્ય કોરોના સંક્રમિત છે.
વિધાનસભાને કરવામાં આવી સેનિટાઈઝ
મધ્યપ્રદેશની કાલા પીપલ વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય કૃણાલ ચૌધરી હાલમાં જ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, આજ કારણે તેઓ આઈસોલેશનમાં છે. ત્યારે શુક્રવારે 19 જૂનના રાજ્યસભા માટે થઈ રહેલા મતદાનમાં પાર્ટી તરફથી પોતાનો મત આપવા તેઓ વિધાનસભા પહોંચ્યા હતા.
કૃણાલ ચૌધરીએ પોતાને એકદમ ઢાકેલા રાખ્યા હતા. તેમણે સફેદ કલરની પીપીઈ કિટ પહેરી હતી. તેમની સાથે એક સહયોગીએ પણ પીપીઈ કિટ પહેરી રાખી હતી. તેમણે વિધાનસભામાં પોતાનો મત આપ્યો અને ત્યારબાદ તેઓ ત્યાંથી નિકળી ગયા હતા.
ચૌધરીના મતદાન બાદ કર્મચારીઓએ વિધાનસભા પરિસરમાં સેનિટાઈઝ કર્યું કારણ કે તેમનાથી સંક્રમણ કોઈ અન્ય સુધી ન ફેલાયય
પ્રદેશમાં 3 બેઠકો માટે મતદાન ચાલુ છે. આ ચૂંટણીમાં ભાજપને બે બેઠકો મળવાનું નક્કી છે, જ્યારે કૉંગ્રેસના હિસ્સામાં ત્રીજી સીટ આવવાનું નક્કી છે. રાજ્યસભા સદસ્ય માટે ઉમેદવારે 52 મતની જરૂર છે, જ્યારે ભાજપ પાસે 107 મત પોતાના ધારાસભ્યોના છે, જ્યારે એસપી-બીએસપી અને અપક્ષ ધારાસભ્યોએ પણ તેમને સમર્થન આપ્યું છે.
જ્યારે કૉંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની જીત નિશ્ચિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion