શોધખોળ કરો
જ્યોતિરાદિત્ય સિંધિયાના દિકરાનું ટ્વિટ કહ્યું, - મને મારા પિતા પર ગર્વ
અત્યાર સુધીમાં કુલ 22 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં છ મંત્રી અને 16 ધારાસભ્યો છે.
નવી દિલ્હી: મધ્યપ્રદેશના રાજકારણમાં મંગળવારનો દિવસ કોંગ્રેસ માટે અમંગળ બનીને ઉભર્યો છે, પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ પરિવારમાંથી આવનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની જ પાર્ટી કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ છે.
આ રાજનીતિક ઘટનાક્રમ બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાનો પરિવાર તેમની સાથે ઉભો રહ્યો છે. સિંધિયાના પુત્ર મહાઆર્યમાન સિંધિયાએ ટ્વિટ કરતા કહ્યું, મને મારા પિતાના નિર્ણય પર ગર્વ છે, કારણ કે તેમણે પોતાના માટે આ રીતનો નિર્ણય લીધો છે. એક વિરાસતનો ભાગ હોઈને રાજીનામું આપવા માટે સાહસ જોઈએ. આર્યમાને એ પણ કહ્યું કે મારો પરિવાર ક્યારેય સત્તોનો ભૂખ્યો રહ્યો નથી. વાયદો કર્યો છે કે અમે ભારત અને મધ્ય પ્રદેશના ભવિષ્યમાં સકારાત્મક ફેરફાર માટે પ્રયત્ન કરતા રહીશું.
જ્યોતિરાદિત્ય સિંધિયાનો પુત્ર આર્યમન સોશિયલ મીડિયા પર સતત સક્રિય જોવા મળ્યો છે. 23 વર્ષના આર્યમને યેલ યૂનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. અત્યાર સુધીમાં કુલ 22 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં છ મંત્રી અને 16 ધારાસભ્યો છે. આ દરમિયાન કમલનાથે રાજ્યપાલને પત્ર લખીને મંત્રીઓને દૂર કરવાની માંગ કરી છે.I am proud of my father for taking a stand for himself. It takes courage to to resign from a legacy. History can speak for itself when I say my family has never been power hungry. As promised we will make an impactful change in India and Madhya Pradesh wherever our future lies.
— M. Scindia (@AScindia) March 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement