શોધખોળ કરો
Advertisement
પત્નિના મોતથી દુઃખી યુવકે ફેસબુક લાઈવ કરીને કર્યો આપઘાત, જાણો કઈ રીતે જીવન ટૂંકાવ્યું?
માહિતી પ્રમાણે, દિવાળી પહેલા આ શખ્સની પત્નીએ ઝેર ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી હતી. આ કપલે લવ મેરેઝ કર્યા હતા અને તેમના બે માસૂમ બાળકો છે. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે
મુંબઇઃ પત્નીના મોતથી દુઃખી થયેલા પતિએ ફેસબુક લાઇવ કરીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના મહારાષ્ટ્રના જલગાવની છે. અહીં એક દુઃખી શખ્સે ચાલુ ટ્રેનમાંથી પડતુ મુકીને જીવ ગુમાવ્યો છે. કહેવાઇ રહ્યું છે કે શખ્સે આપઘાત કરતા પહેલા ચાલુ ટ્રેનમાંથી ફેસબુક લાઇવ કર્યુ હતુ, અને એક વીડિયો સંદેશ આપીને પોતાના મોતનુ કારણ જણાવ્યુ હતુ.
માહિતી પ્રમાણે, દિવાળી પહેલા આ શખ્સની પત્નીએ ઝેર ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી હતી. આ કપલે લવ મેરેઝ કર્યા હતા અને તેમના બે માસૂમ બાળકો છે. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આપઘાત કરનારો શખ્સ પ્રમોદ શેટે છે. મંગળવારે મરતા પહેલા પ્રમોદે ચાલતી ટ્રેનના દરવાજા પાસે જઈને એક LIVE વીડિયો સંદેશ જાહેર કર્યો હતો, ત્યારબાદ ટ્રેનમાંથી પડતુ મુકીને જીવ ગુમાવી દીધો હતો. પ્રમોદ શેટેનો મૃતદેહ રેલવેના પાટા પર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો પૉસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે, અને આગળની તપાસ હાથ ધરી છે.
પ્રમોદે ફેસબુક લાઈવના માધ્યમથી માતા-પિતાના નામે જાહેર કરેલા સંદેશમાં જણાવ્યું હતું કે, હું મારો ચહેરો દેખાડ્યા વગર આત્મહત્યા કરી રહ્યો છું. હું આ કદમ એટલા માટે ઉઠાવી રહ્યો છું કારણ કે મારી પત્ની હવે આ દુનિયામાં નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement