મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર કરશે SITની રચના
મોહન ડેલકરનો જન્મ 1962માં સિલવાસામાં જન્મ થયો હતો. તેઓ દાદરા-નગર હવેલીના વર્તમાન સાંસદ હતા. કારકિર્દીની શરુઆત સેલવાસામાં યુનિયન લીડર તરીકે કરી હતી. તેમણે ફેક્ટરીઓમાં કામ પણ કર્યું હતું અને આ સમયે આદિવાસીઓ માટે લડત આપી હતી.
મુંબઈ: સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા SITની રચના કરવામાં આવશે. વિધાનસભામાં આજે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ માટે SIT રચવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું, મોહન ડેલકરે પોતાની સુસાઈડ નોટમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલનું દબાણ છે.
આ સાથે જ ગૃહમંત્રી દેશમુખે કહ્યું કે, સુસાઈડ નોટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે પ્રફુલ પટેલ તરફથી તેમનું સામાજિક જીવન ખતમ કરવાની ધમકી મળતી હતી. મહત્વનું છે કે, મોહન ડેલકરે 22 ફેબ્રુઆરીના મુંબઈની એક હોટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
મોહન ડેલકરનો જન્મ 1962માં સિલવાસામાં જન્મ થયો હતો. તેઓ દાદરા-નગર હવેલીના વર્તમાન સાંસદ હતા. કારકિર્દીની શરુઆત સેલવાસામાં યુનિયન લીડર તરીકે કરી હતી. તેમણે ફેક્ટરીઓમાં કામ પણ કર્યું હતું અને આ સમયે આદિવાસીઓ માટે લડત આપી હતી. 1985માં આદિવાસી વિકાસ સંગઠનની સ્થાપના કરી હતી. 1989માં સૌ પ્રથમ વખત દાદરા નગર હવેલીથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા હતા.