શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: આદિત્ય ઠાકરે મુંબઈની વર્લી બેઠક પરથી ચૂંટણી લડશે
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં પુત્ર અને શિવસેનાના યુવા પ્રમુખ આદિત્ય ઠાકરે મુંબઇની વર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં પુત્ર અને શિવસેનાના યુવા પ્રમુખ આદિત્ય ઠાકરે મુંબઇની વર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનાર આદિત્ય ઠાકરે પ્રથમ સદસ્ય બન્યા છે. આ પહેલા બાલા સાહેબ, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે કોઈએ પણ ચૂંટણી નથી લડી. આદિત્ય ઠાકરેએ કહ્યું, રાજકારણથી તમે ઘણા લોકોનું સારૂ કરી શકો છો. મારા માટે ખૂબ મોટું પગલુ છે પરંતુ મને કોઈ ચિંતા નથી કારણ કે મને સંભાળવા માટે તમે લોકો છો. આદિત્ય ઠાકરે શિવસેનાની યુવા સેનાના પ્રમુખ છે.
મહારાષ્ટ્રમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે. 25 વર્ષનાં આદિત્ય ઠાકરે ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં જન આશિર્વાદ યાત્રા પર નિકળ્યા હતાં. આ કાર્યક્રમનો હેતૂ લોકોને ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવાનો હતો.
મહારાષ્ટ્રની 288 બેઠકો પર 21 ઓક્ટોબરના ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરના પરિણામ આવશે. નામાંકનની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર છે. 2014માં ભાજપ-શિવસેના અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. તે સમયે ભાજપ 122 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું જ્યારે શિવસેનાને 63 બેઠકો મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion