શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રનું ક્યું શહેર બન્યું વિશ્વનું સૌથી ગરમ સ્થળ? તાપમાન જાણીને ધ્રુજારી આવી જશે
હાલ પૂર્વ મધ્યપ્રદેશ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એન્ટિસાઈક્લોન ઝોન સર્જાયો છે. આવી સ્થિતિમાં હવા ખૂબ જ નીચે વહે છે અને ગરમાવો ઉપર હોય છે, આ કારણસર ગરમી પણ વધી રહી છે
નવી દિલ્હીઃ દેશભરમાં દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. 40 થી 45 ડિગ્રી સુધીનુ તાપમાન સામાન્ય રીતે જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ભારતનું એકમાત્ર શહેર સૌથી વધુ તાપમાન સાથે દુનિયાનું સૌથી ગરમ શહેર તરીકે સામે આવ્યુ છે. આ શહેર મહારાષ્ટ્રનું ચંદ્રાપુર છે.
ભીષણ ગરમીના પ્રકોપના કારણે મહારાષ્ટ્રનું ચંદ્રપુર મંગળવારે 47.8 ડિગ્રી તાપમાન સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે બીજા નંબરે 47.5 ડિગ્રી નાગપુરનું નામ આવ્યુ હતું. મધ્ય અને ઉત્તર ભારતનાં રાજ્યોમાં પણ સરેરાશ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું હતું.
પૂણેના હવામાન વિભાગના ક્લાઈમેટ પ્રીડિક્શન વિભાગના હેડ એ.કે. શ્રીવાસ્તવના જણાવ્યું કે હાલ પૂર્વ મધ્યપ્રદેશ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એન્ટિસાઈક્લોન ઝોન સર્જાયો છે. આવી સ્થિતિમાં હવા ખૂબ જ નીચે વહે છે અને ગરમાવો ઉપર હોય છે, જેના કારણે વાદળોનું સર્જન થતું નથી. આ કારણસર ગરમી પણ વધી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement