મહારાષ્ટ્રઃ બીજી પરીક્ષામાં પણ પાસ થઈ ઉદ્ધવ સરકાર, કોંગ્રેસના નાના પટોલે બિનહરિફ સ્પીકર ચૂંટાયા
બીજેપી નેતા ચંદ્રકાત પાટિલે કહ્યું કે, સરકારે નેતાઓને અમે અમારો ઉમેદવાર પરત ખેંચીએ અને રાજયની પરંપરા જળવાઈ તેવી વિનંતી કરી હતી. આ પરંપરાને જાળવી રાખવા અમે અમારા ઉમેદવારનું નામ પરત લીધું છે.
બીજેપી નેતા ચંદ્રકાત પાટિલે કહ્યું કે, સરકારે નેતાઓને અમે અમારો ઉમેદવાર પરત ખેંચીએ અને રાજયની પરંપરા જળવાઈ તેવી વિનંતી કરી હતી. આ પરંપરાને જાળવી રાખવા અમે અમારા ઉમેદવારનું નામ પરત લીધું છે.The #MahaVikasAghadi candidate & Congress leader Nana Patole has been elected as Maharashtra Assembly Speaker. pic.twitter.com/SAgE24kR0C
— ANI (@ANI) December 1, 2019
શનિવારે ઉદ્ધવ સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. બહુમત પરીક્ષણ દરમિયાન કુલ 169 મત ઉદ્ધવ સરકારના પક્ષમાં પડ્યા હતા. વિપક્ષમાં એક પણ મત પડ્યો નહોતો. મતદાન દરમિયાન કુલ 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા હતા. રાજ ઠાકરેની પાર્ટી એમએનએસએ સરકારના પક્ષમાં મત આપ્યો નહોતો. ઉદ્ધવ સરકારના બહુમત પરીક્ષણ વચ્ચે ભાજપના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. ભાજપના સભ્યોએ બહાર આવીને નારા લગાવ્યા હતા.Congress' Nana Patole is the #MahaVikasAghadi candidate for Maharashtra Assembly Speaker post. (File pic) https://t.co/inrzFv24xu pic.twitter.com/Cwr61te4TT
— ANI (@ANI) December 1, 2019
સ્પીકરની ચૂંટણી ઉપરાંત હવે ઉદ્ધવ સરકારના કેબિનેટ વિસ્તરણ પર લોકોની નજર છે. ડિસેમ્બરમાં પ્રથમ સપ્તાહ દરમિયાન થનારા વિસ્તરણમાં 14 મંત્રીઓ શપથ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ સરકારમાં સીએમ સહિત શિવસેનાના કુલ 16 મંત્રી, એનસીપીના 15 મંત્રી અને કોંગ્રેસના 12 મંત્રી સામેલ હશે. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેનાને શહેરી વિકાસ, આવાસ, સિંચાઈ અને મહારાષ્ટ્ર રાજ્ય સડક વિકાસ નિગમ મંત્રાલય મળશે. એનસીપીના ખાતામાં ગૃહ, નાણા, વીજળી અને વન પર્યાવરણ મંત્રાલય આવશે. જ્યારે કોંગ્રેસના રેવન્યૂ, પીડબલ્યુડી મંત્રાલય મળવાની સંભાવના છે.Chandrakant Patil, Maharashtra BJP President: BJP had nominated Kisan Kathore for the post of Maharashtra Assembly Speaker, yesterday. But, after incumbents' request, we have decided to withdraw Kathore's candidature. pic.twitter.com/jQiOvd1PUB
— ANI (@ANI) December 1, 2019
કોણ છે નાના પટોલે નાના પટોલે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા અને બીજેપીની ટિકિટ પર 2014ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. પરંતુ પટોલેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મતભેદો બાદ ડિસેમ્બરે 2017માં ભાજપને રામ રામ કરી દીધા હતા અને કોંગ્રેસમાં પરત પર્યા હતા. પટોલે વિદર્ભની સકોલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતમાં મધરાતે કઈ જગ્યાએ એક કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો, જાણો વિગત ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, જાણો રાજયમાં કઈ તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી આજથી ફોન પર વાત કરવી થશે મોંઘી, બેંક-વીમા સાથે સંકળાયેલા આ નિયમ પણ બદલાશેMumbai: Protem Speaker Dilip Walse Patil has called for meeting of all party leaders as Maharashstra Assembly to elect Speaker today; Former Maharashtra CM and BJP leader Devendra Fadnavis arrives at the Assembly pic.twitter.com/wW0HdO4tDN
— ANI (@ANI) December 1, 2019