શોધખોળ કરો
Advertisement
Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ, એક જ હોસ્ટેલમાં 225થી વધુ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતાં ખળભળાટ
છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 8,807 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 80 દર્દીના મૃત્યુ નિપજ્યા છે.
મુંબઈ: કોરોના વાયરસનો મહારાષ્ટ્રમાં સૌથી વધારે કહેર જોવા મળી રહ્યા છે. હવે વાશિમ જિલ્લાની એક સ્કૂલની હોસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓ અને સ્ટાફના ત્રણ લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાજ સ્કૂલ પરિસરને કન્ટેનમેંટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના અમરાવતી અને યવતમાત જિલ્લામાંથી છે. આ વિસ્તારમાં થોડા દિવસોમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા છે.
છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 8,807 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 80 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. 129 દિવસ બાદ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લઈ અનેક શહેરોમાં નાઇટ કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. અમુક શહેરોમાં વીકેંડ લોકડાઉનની જાહેરાત કરી છે.
બુધવારે લાતુરના જિલ્લા તંત્રએ રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા વધતાં 27 અને 28 ફેબ્રુઆરીએ જનતા કર્ફ્યુ લગાવવાની વાત કરી છે. લાતુરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 25,045 પર પહોંચી છે અને 703 લોકોના મહામારીથી મોત થયા છે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 16,738 નવા કોરોના કેસ આવ્યા છે અને 138 લોકોના મોત થયા છે. અમુક રાજ્યોમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,10,46,914 છે. જ્યારે 1,07,38,501 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,56,705 પર પહોંચ્યો છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,51,708 છે. દેશમા અત્યાર સુધીમાં કુલ 1,26,71,163 લોકોને રસી આપવામાં આવી ચુકી છે.
આ 5 જગ્યા પર ભૂલથી પણ ન હસવું જોઈએ, નહીંતર બનશો.....
આ છે ભાજપમાં જોડાયેલી બંગાળની હોટ એક્ટ્રેસ પાયલ સરકાર, જુઓ ગ્લેમરસ PICS
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion