શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર કોરોના પોઝિટિવ, પોતાના ઘરે જ થયા ક્વોરન્ટાઈન
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. અજીત પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. અજીત પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહેવાલ અનુસાર, તેઓને કોરોનાના હળવા લક્ષણો છે અને તેઓ મુંબઈ સ્થિત પોતાના ઘરે ક્વોરન્ટાઈન થયા છે.
આ પહેલા બુધવારે અજીત પવારે પાર્ટીની ઓફિસમાં મળેવી બેઠકમાં ભાગ લીધો નહોતો. એનસીપી-મહારાષ્ટ્રના મહામંત્રી શિવાજીરાવ ગરજેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અજીત પવાર આજે પાર્ટીની ઓફિસમાં મળેલી બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. તેમણે હાજર ન રહેવાનું સ્પષ્ટ કારણ આપ્યું નથી.
દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 77 લાખને પાર પહોંચી ગઈ છે. જો કે રાહતની વાત એ છે કે, તેમાંથી 68 લાખ 74 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 7 લાખ 15 હજાર પર આવી ગઈ છે. અત્યાર સુધી એક લાખ 16 હજાર 616 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion