શોધખોળ કરો

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ પર આવ્યું એકનાથ શિંદેનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 

મહારાષ્ટ્રના  મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તમામ મતદારોનો આભાર માન્યો અને કહ્યું કે આ એક મોટી જીત છે. શિંદેએ કહ્યું કે અમને તમામ વર્ગોના મત મળ્યા છે.

Maharashtra Election Result: મહારાષ્ટ્રના  મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તમામ મતદારોનો આભાર માન્યો અને કહ્યું કે આ એક મોટી જીત છે. શિંદેએ કહ્યું કે અમને તમામ વર્ગોના મત મળ્યા છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે મહાયુતિના તમામ કાર્યકર્તાઓ ખંતથી કામ કરી રહ્યા છે. સીએમ શિંદેએ કહ્યું કે તેઓએ અમને એવી જીત અપાવી છે જે પહેલા ક્યારેય નથી થઈ જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરે છે ત્યારે વિકાસ થાય છે. કેન્દ્ર સરકારે હંમેશા અમારા રાજ્યને મદદ કરી છે.

મુખ્યમંત્રીના પદ પર પણ વાત કરી 

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ કહ્યું કે જેમની પાસે વધુ બેઠકો હોય તેમને સીએમ પદ આપવામાં આવશે તે અંગે કોઈ વાત નથી થઈ. હવે અંતિમ પરિણામો આવવા દો. આ પછી ત્રણેય પક્ષો સાથે બેસીને ચર્ચા કરશે. પીએમ મોદી છે, જેપી નડ્ડા છે, આપણે બધા સાથે મળીને નિર્ણય કરીશું. એકનાથ શિંદેએ કહ્યું કે જે રીતે મહાયુતિએ એક થઈને ચૂંટણી લડી છે, તે જ રીતે બધા સાથે બેસીને સીએમ પદનો નિર્ણય કરશે.

સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે જનતાએ 2.5 વર્ષથી મહાયુતિનું કામ જોયું છે અને અમને મત આપીને વિજયી બનાવ્યા છે. શિંદેએ કહ્યું કે અમને લાડલી બહેના અને લાડલા ભાઈઓ સહિત દરેકના મત મળ્યા છે. દરેક વ્યક્તિ સાથે મળીને આગળના નિર્ણયો લેશે. એકનાથ શિંદેએ કહ્યું કે મહાવિકાસ આઘાડીએ 2.5 વર્ષ માત્ર આરોપો લગાવવામાં જ વિતાવ્યા. અમે આક્ષેપોનો જવાબ નિવેદનોથી નહીં પરંતુ કામથી આપ્યો છે.  

મહારાષ્ટ્રમાં આ પરિબળો કામ કરી ગયા 

યોગી આદિત્યનાથે હરિયાણામાં આ નારા લગાવ્યા હતા, જેના પરિણામે ભાજપનો વિજય થયો હતો. જો કે, જ્યારે ભાજપે મહારાષ્ટ્રમાં યોગીના 'બંટેંગે તો કટંગે'ના નારા હોય તેવા બેનરો લગાવ્યા ત્યારે તેની તીવ્ર પ્રતિક્રિયા આવી કારણ કે જે પ્રકારનું હિન્દુત્વ ઉત્તર પ્રદેશ અથવા હરિયાણામાં પ્રચલિત છે તે મહારાષ્ટ્રમાં પ્રચલિત નથી. પરંતુ, પરિણામો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ધ્રુવીકરણનો યુગ શરૂ થયો હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે.

કૉંગ્રેસનું બંધારણ બચાવવાનો દાવ ચાલ્યો નહી

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 'સંવિધાન બચાવો'નો નારો આપ્યો હતો. ખાસ કરીને આ સૂત્ર યુપીના લોકસભા મતવિસ્તારોમાં કામ કરતું હતું. આ એક મોટું નેરેટિવ હતું જે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કામ ન કરી શક્યું. ત્યાંનું વાતાવરણ કેન્દ્ર સરકાર વિરુદ્ધ નહોતું. મરાઠા અનામત પર કોંગ્રેસનો દાવ પણ કામ લાગ્યો નહીં.  

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Embed widget