શોધખોળ કરો
Advertisement
શરદ પવારે અજીત પવારને કર્યું દબાણ, ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામુ આપીને મળવા કહ્યુઃ સૂત્ર
એનસીપીના ત્રણ સીનિયર નેતા અજીત પવારને મળવા આવ્યા હતા પરંતુ તેઓ માન્યા નહોતા. જે બાદ એનસીપી નેતા પરત ફર્યા હતા.
મુંબઈઃ એનસીપીમાં બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવી નાયબ મુખ્યમંત્રીના આજે સવારે શપથ લઈ ચુકેલા અજીત પવાર પર પક્ષ પ્રમુખ શરદ પવારે દબાણ કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ શરદ પવારે અજીત પવારને ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપીને મળવા કહ્યું છે. આ પહેલા એનસીપીના ત્રણ સીનિયર નેતા અજીત પવારને મળવા આવ્યા હતા પરંતુ તેઓ માન્યા નહોતા. જે બાદ એનસીપી નેતા પરત ફર્યા હતા.
સૂત્રોના કહેવા મુજબ, એનસીપી પ્રમુખ શરદ પવારે પાર્ટીના ધારાસભ્યોને કોઈના દબાણમાં ન આવવા જણાવ્યું છે. ઉપરાંત કહ્યું કે, આવી અનેક સ્થિતિ મેં જોઈ છે. આ બાજુ અજીત પવાર સાથે રાજભવનમાં આવેલા ધારાસભ્યો એનસીપી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં પહોંચ્યા હતા.
મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેના ધારાસભ્યો સાથે વાતચીત કરી છે. જેમાં તેમણે ધારાસભ્યોને વિશ્વાસ અપાવ્યો કે રાજ્યમાં તેમની જ સરકાર બનશે અને મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. ધારાસભ્યોને ડરવાનું નહીં કહી તેમણે કોંગ્રેસ-એનસીપી સાથે હોવાનું જણાવ્યું હતું. અજીત પવારની રાજકીય સફર અજીત પવારે 1980ના દાયકમાં શરદ પવારના સાનિધ્યમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1991માં બારામતી વિધાનસભા સીટ પરથી પેટાચૂંટણી લડીને રાજનીતિમાં આવ્યા અને ત્યારથી સતત સાત વખત તેઓ આ સીટ પરથી જીતનો ઝંડો લહેરાવી ચુક્યા છે. આ વખતે પણ તેઓ વિધાનસભા ચૂંટણીમાં 1.65 લાખ કરતાં વધારે મતથી જીત્યા હતા. 1991માં સુધાકરરાવ નાઇકની સરકારમાં તેઓ પ્રથમ વખત રાજ્યમંત્રી બન્યા હતા. તેઓ ત્રણ દાયકાની રાજનીતિમાં અત્યાર સુધીમાં કૃષિ, જળ સંસાધન, ગ્રામીણ મુદ્દા, સિંચાઈ, વીજળી જેવા મંત્રાલય સંભાળી ચુક્યા છે. નવેમ્બર 2010માં તેઓ પ્રથમ વખત રાજ્યના ઉપ મુખ્યમંત્રી બન્યા હતા. બાંગ્લાદેશ સામેની ચાલુ ટેસ્ટ દરમિયાન પંતને કેમ ટીમ ઈન્ડિયામાંથી કરી દેવાયો છુટ્ટો, જાણો વિગત ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હાલત બદલાઈ છે પણ અસર નહીં પડે, સરકાર અમારી જ બનશે ભાજપ કાર્યકર્તાઓને સંબોધતી વખતે દેવેન્દ્ર ફડવણીસે શું કહ્યું ? જાણો વિગતTop NCP sources: Total 50 MLAs are present in the meeting with NCP Chief Sharad Pawar at YB Chavan Centre in Mumbai. 4 NCP MLAs including Ajit Pawar yet to come for the meeting. They are expected to come for the meeting shortly. All MLAs will be kept at a hotel in Mumbai.
— ANI (@ANI) November 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement