શોધખોળ કરો
મહારાષ્ટ્ર: કૉંગ્રેસ-એનસીપી અને શિવસેના નેતાઓની રાજ્યપાલ સાથે થનારી મુલાકાત ટળી
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને એનસીપી અધ્યક્ષ શરદ પવાર કાલે રાત્રે મોટું નિવદેન આપ્યું હતું.. તેમણે કહ્યું હજુ સરકાર બનાવવામાં સમય લાગશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે રાજ્યપાલ સાથે થનારી કૉંગ્રેસ-એનસીપી અને શિવસેના નેતાઓની મુલાકાત ટળી ગઈ છે . ત્રણેય દળના નેતાઓ આજે સાંજે ચાર વાગ્યે રાજ્યપાલ સાથે મુલાકાત કરવાના હતા. ત્રણેય પાર્ટીઓનું કહેવું છે કે રાજ્યપાલ સાથેની મુલાકાત વરસાદથી પ્રભાવિત ખેડૂતોને તાત્કાલિક સહાયતાની માંગ માટે થનારી છે. ના કે સરકાર રચવા માટે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને એનસીપી અધ્યક્ષ શરદ પવાર કાલે રાત્રે મોટું નિવદેન આપ્યું હતું.. તેમણે કહ્યું હજુ સરકાર બનાવવામાં સમય લાગશે. કાલે એટલે કે રવિવારે પવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત પણ કરવાના છે. સૂત્રોની જાણકારી મુજબ શિવસેના ઈચ્છે છે કે કાલે એટલે બાલાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર સરકાર બને. મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીની સરકાર બનવાના સમાચારો વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું અમારી પાસે સૌથી વધુ સંખ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીના નેતાઓ સમક્ષ એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 119 ધારાસભ્યોની સાથે અમે રાજયમાં ભાજપ સરકાર બનાવીશુ. અમે રાજયને એક સ્થિર સરકાર આપશું.Maharashtra: The meeting of the delegation of the three parties-NCP, Congress and Shiv Sena with the Governor has been postponed till further notice. It was scheduled to take place at 4.30 pm today.
— ANI (@ANI) November 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
