શોધખોળ કરો
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Mahakumbh: મહાકુંભમાં ભક્તોની વધતી ભીડને કારણે પ્રયાગરાજના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ છે. ટ્રાફિક જામના કારણે લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ફોટોઃ સોશિયલ મીડિયા
1/8

Prayagraj Mahakumbh: મહાકુંભમાં ભક્તોની વધતી ભીડને કારણે પ્રયાગરાજના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ છે. ટ્રાફિક જામના કારણે લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યા સ્નાનના દિવસે થયેલી ભાગદોડ બાદ ભીડ થોડી ઓછી થઈ ગઈ હતી, પરંતુ 5 ફેબ્રુઆરીથી ભક્તોની સંખ્યામાં અચાનક વધારો થયો. આના કારણે પ્રયાગરાજ હાઇવેથી સંગમ ઘાટ સુધી ટ્રાફિક જામ છે.
2/8

એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુંભ સ્નાન પછી ભક્તોની સંખ્યામાં ઝડપથી વધારો થયો. 7,8, અને 9 ફેબ્રુઆરીના રોજ લાખો લોકો પોતાના વાહનોમાં પ્રયાગરાજ પહોંચ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 15 લાખ વાહનો શહેરમાં પ્રવેશ્યા, પરંતુ આટલી મોટી સંખ્યામાં વાહનો તે જ ગતિએ બહાર નીકળી શક્યા નહીં, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી.
3/8

પ્રયાગરાજમાં બધી પાર્કિંગ જગ્યાઓ સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. હજારો શ્રદ્ધાળુઓ શહેરની બહાર લગભગ 15 કિલોમીટર દૂર પોતાના વાહનો છોડીને સંગમમાં સ્નાન માટે પહોંચી રહ્યા છે. સ્નાન કર્યા પછી તેમને તેમના વાહનોમાં પાછા ફરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
4/8

મહાકુંભમાં વધતા ટ્રાફિક જામને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શનમાં આવ્યા છે. કુંભ મેળાની વ્યવસ્થાની સમીક્ષા કરતી વખતે તેમણે અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી કે મહા પૂર્ણિમાના સ્નાન દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ અને પ્રયાગરાજમાં ટ્રાફિક જામ ન થવો જોઈએ. મેળા પરિસરમાં અનધિકૃત વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સાથે ભક્તોની સુવિધા માટે શટલ બસોની સંખ્યા વધારવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. આ સાથે કોઈપણ રેલવે સ્ટેશન પર ભીડ એકઠી ન થાય તે માટે કડક વ્યવસ્થા કરવા પણ કહેવામાં આવ્યું છે જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે.
5/8

મહાકુંભમાં ટ્રાફિક અને ભીડને નિયંત્રિત કરવા માટે 28 ADM અને SDM સ્તરના અધિકારીઓની એક ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે. વહીવટીતંત્રનો દાવો છે કે કોઈપણ ભક્તને કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો કરવા દેવામાં આવશે નહીં.
6/8

ભારે ટ્રાફિક જામ વચ્ચે આજે મહા પૂર્ણિમા સ્નાન શરૂ થયું છે. પૂર્ણિમાની તિથિ બપોરે 2 વાગ્યે શરૂ થશે અને બુધવાર (12 ફેબ્રુઆરી) સુધી ચાલુ રહેશે. ભારે ભીડને કારણે પ્રયાગરાજ સહિત અન્ય શહેરોમાં ટ્રાફિક પ્રભાવિત થયો છે.
7/8

ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ પાર્ટીના કાર્યકરોને જવાબદારી સંભાળવાનો નિર્દેશ આપ્યો છે, જ્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું છે કે "પ્રયાગરાજના લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે." અખિલેશે ભીડને કાબૂમાં લેવા માટે સેના તૈનાત કરવાની પણ માંગ કરી છે.
8/8

મહાકુંભના કારણે પ્રયાગરાજ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. જગ્યા ન મળવાને કારણે ઘણી જગ્યાએ અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. મધુબનીમાં ગુસ્સે ભરાયેલા મુસાફરોએ ટ્રેનના ડબ્બાના કાચ તોડી નાખ્યા હતા, જ્યારે નવાદામાંથી પણ ધક્કામુક્કી અને મારામારીના અહેવાલો સામે આવ્યા છે.
Published at : 11 Feb 2025 11:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
