Dhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.. સમગ્ર ઘટનાને વિસ્તારથ સમજાવીએ. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં ગોંડલ નગરપાલિકાના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ સહિતના લોકો સરકારી ગાડીમાં પ્રચાર કરવા આવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો. જાગૃત નાગરિકે આ વીડિયો બનાવીને વાયરલ કર્યો. એટલુ જ નહીં. ગોંડલ નગરપાલિકાના પ્રમુખ સાથે આવેલ વ્યક્તિએ વીડિયો બનાવનારને ફરિયાદ કરી દેવાનો ઉડાવ જવાબ પણ આપ્યો. આ જ વાયરલ વીડિયો બાદ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા. ચૂંટણીમાં ભાજપ સરકારી વાહનો અને મશીનરીનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો. એટલુ જ નહીં.. મતદારોને ધમકાવતા હોવાનો પણ લલિત વસોયાએ આરોપ લગાવ્યો.. જો કે ધોરાજી ભાજપ પ્રભારી જયસુખ ઠેસીયાએ કૉંગ્રેસના આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. ગોંડલ નગરપાલિકાના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ પોતાના અંગત કામ માટે ધોરાજી આવ્યા હોવાનો બચાવ કર્યો. એટલુ જ નહીં.. કૉંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી ખોટા આરોપો લગાવી રહી હોવાના શાબ્દિક પ્રહારો કર્યા.
















