શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર સરકારના મંત્રી યશોમતી ઠાકુરને કોર્ટે ફટકારી ત્રણ મહિનાની સજા, જાણો શું છે મામલો
મહારાષ્ટ્ર સરકારમાં મહિલા તથા બાળ કલ્યાણ મંત્રી યશોમતી ઠાકુરને અમરાવતી કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા અને 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારમાં મહિલા તથા બાળ કલ્યાણ મંત્રી યશોમતી ઠાકુરને અમરાવતી કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા અને 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફરજ પર તૈનાત પોલીસકર્મી સાથે મારપીટના કેસમાં યશોમતિને સજા સંભળાવી છે.
અમરાવતી કોર્ટ દ્વારા 8 વર્ષ જૂના કેસમાં આ સજા સંભળાવવા આવી છે. 8 વર્ષ પહેલા યશોમતી ઠાકુરે અમરાવતી જિલ્લાના અંબાદેવી મંદિર પાસે ઉલ્હાસ રોરાલે નામના પોલીસકર્મી સાથે ઓન ડ્યૂટી મારપીટ કરી હતી. તેમાં યશોમતી ઠાકુર સિવાય કાર ચાલક અને 2 કાર્યકર્તાઓ પર પણ આરોપ લાગ્યો હતો.
કૉંગ્રેસ નેતા યશોમતી ઠાકુર સિવાય કાર ચાલક અને 2 કાર્યકર્તાઓને પણ દોષી ઠેરવ્યા હતા. આ મામલે ખોટી જુબાની આપનાર પોલીસકર્મીને પણ સજા સંભળાવી છે.
કોર્ટના નિર્ણય બાદ યશોમતીએ કહ્યું, “હું ખુદ વકીલ છું અને હું કોર્ટના નિર્ણયનું સમ્માન કરું છું. 8 વર્ષ બાદ કોર્ટનો ફેસલો આવ્યો છે. કોર્ટના નિર્ણયને પડકારતા હું હાઈકોર્ટમાં અપીલ કરીશ. ”
કૉંગ્રેસ નેતા યશોમિત ઠાકુર મહારાષ્ટ્રની તેવસા વિધાનસભા સીટ પરથી ત્રીજી વખત ચૂંટાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement