Maharashtra Politics Crisis: મહારાષ્ટ્રમાં થયેલા બદલાવ પર રામદાસ અઠાવલેએ કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું?
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મોટો દાવો કર્યો છે.
Maharashtra News: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે બિહારમાં સીએમ નીતીશ કુમાર સાથે પણ આવું જ થશે. તેમણે કહ્યું કે એનસીપીની તાકાત અજિત પવારની હતી, હવે તેઓ ભાજપ સાથે આવ્યા છે. જેમાં NCPની હાલત ગંભીર બની છે.
કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યું, 'અજિત પવાર થોડા સમયથી નારાજ હતા. કારણ કે તેઓ ઈચ્છતા હતા કે NCP ભાજપ સાથે ગઠબંધન કરે પરંતુ શરદ પવાર આ માટે તૈયાર ન હતા. હું અજિત પવારના નિર્ણયનું સ્વાગત કરું છું. આ એક મોટું પરિવર્તન છે અને NCP અને MVA માટે મોટો ફટકો છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે એનસીપીના વડા શરદ પવાર અને સુપ્રિયા સુલે બાકી બચેલા લોકો સાથે કામ કરશે.
Ajit Pawar was miffed since sometime, because he wanted NCP to ally with BJP but Sharad Pawar disagreed to it. I welcome the decision of Ajit Pawar… this is a big change and a big setback for NCP and MVA: Ramdas Athawale, Maharashtra Minister on Ajit Pawar joining BJP and taking… pic.twitter.com/pgaGb4XZcf
— ANI (@ANI) July 2, 2023
'વિપક્ષી એકતા સાથે કોઈ ઓપરેશન નથી કર્યું'
નીતીશ કુમાર પર પ્રહાર કરતા અઠાવલેએ કહ્યું કે, 'અમે વિપક્ષની એકતા સાથે કોઈ 'ઓપરેશન' નથી કર્યું, લોકો પીએમ નરેન્દ્ર મોદીની સાથે છે. તેમણે દાવો કર્યો કે બિહારમાં ઘણા નેતાઓ અને ધારાસભ્યો નીતિશ કુમારથી નારાજ છે. નીતિશ કુમાર પહેલા પીએમ નરેન્દ્ર મોદી સાથે આવ્યા અને પછી ચાલ્યા ગયા તેથી લોકો નારાજ છે. પીએમ મોદીના વખાણ કરતા રામદાસ અઠાવલેએ કહ્યું કે મોદી વિકાસપુરુષ છે. તેઓ બધાને સાથે લઈને ચાલે છે. દલિત હોય, પછાત હોય કે લઘુમતી દરેક લોકો પીએમ મોદીનું સમર્થન કરે છે. આથી સમગ્ર દેશમાં માહોલ બની રહ્યો છે. જેમ મહારાષ્ટ્રમાં બન્યું છે તેમ અન્ય રાજ્યોમાં પણ થઈ શકે છે. NDA 2024 સુધીમાં વધુ મજબૂત બની શકે છે.
અજિત પવારે થોડા દિવસ પહેલા આ જવાબદારી માંગી હતી
તમને જણાવી દઈએ કે અજિત પવારે એનસીપીના સ્થાપના દિવસના દિવસે પાર્ટી નેતૃત્વ પાસે માંગ કરી હતી કે તેમને વિપક્ષના નેતાની ભૂમિકામાંથી મુક્ત કરવામાં આવે અને પાર્ટી સંગઠનમાં કેટલીક ભૂમિકા આપવામાં આવે. જ્યારે શરદ પવારે કહ્યું હતું કે આવા નિર્ણયો કોઈ એક વ્યક્તિ દ્વારા ન લેવામાં આવે. જો કે, રવિવારે અચાનક અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં સામેલ થઈ ગયા હતા.
અજિત પવારનું આજે વિધિવત રીતે શિંદે ભાજપ સરકારમાં જોડાવાથી એક રીતે ભાજપનો પક્ષ મજબૂત થઈ રહ્યો છે. આવામાં શિંદે જૂથના સમર્થન વિના પણ ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચી રહ્યું છે. હાલમાં સરકાર પાસે 166 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં ભાજપના 125 ધારાસભ્યો અને શિંદે કેમ્પના 40 ધારાસભ્યો છે. જો અજિત પવાર કેમ્પના 30 ધારાસભ્યો ભાજપ સાથે હાથ મિલાવે છે, તો તેની પાસે 156 ધારાસભ્યોનું સમર્થન હશે, જે બહુમતી કરતા 11 વધુ હશે.