શોધખોળ કરો

Maharashtra Political Crisis: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કર્યો મોટો દાવો- શિંદે જૂથના ઘણા ધારાસભ્યો સંપર્કમાં

 ખુરશી પરના સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ દાવો કર્યો છે કે ગુવાહાટીમાં હાજર ઘણા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.

Maharashtra Political Crisis:  ખુરશી પરના સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ દાવો કર્યો છે કે ગુવાહાટીમાં હાજર ઘણા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. તેમણે કહ્યું,  “તમે (બળવાખોર ધારાસભ્યો) થોડા દિવસોથી ગુવાહાટીમાં ફસાયેલા છો. તમારા વિશે દરરોજ નવી માહિતી સામે આવી રહી છે, તમારામાંથી ઘણા લોકો સંપર્કમાં પણ છે. તમે હજી પણ દિલથી શિવસેનામાં છો.

શિવસેના પ્રમુખે વધુમાં કહ્યું, "તમારા કેટલાક ધારાસભ્યોના પરિવારના સભ્યોએ પણ મારો સંપર્ક કર્યો છે અને તેમની લાગણીઓ મને જણાવી છે. શિવસેના પરિવારના વડા તરીકે હું તમારી ભાવનાઓનું સન્માન કરું છું. તમે મારી સામે બેસો, શિવસૈનિકો અને લોકોના મનમાં જે ભ્રમ છે તેને દૂર કરો, તેમાંથી ચોક્કસ રસ્તો નીકળશે, આપણે સાથે બેસીને રસ્તો શોધીશું.

'મને હજુ પણ તારી ચિંતા છે'

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોઈની ભૂલોની જાળમાં ફસાશો નહીં, શિવસેનાએ તમને જે સન્માન આપ્યું છે તે ક્યાંય નહી મળે.  આગળ આવીને બોલશો તો રસ્તો નિકળશે. શિવસેના પક્ષના વડા અને પરિવારના વડા તરીકે મને હજુ પણ તમારી ચિંતા છે.

30 જૂને પ્રહાર પાર્ટીના 2 MLA 'ઉદ્ધવ સરકાર' સામે લાવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવ

મહારાષ્ટ્રમાં પાછલા ઘણા દિવસોથી રાજનીતિક ગતિવિધિઓ તેજ થઈ રહી છે. હવે અહીં એક મોટો રાજનીતિક વળાંક આવવાની તૈયારીઓ થઈ ચુકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 30 જૂનના દિવસે પ્રહાર પાર્ટીના (Prahar Party) 2 ધારાસભ્યો મહા વિકાસ આઘાડી સરકાર (MVA Government) સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. ત્યારે હવે મહારાષ્ટ્રની રાજનીતિ માટે આગળના 2 દિવસ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રહાર પાર્ટીએ આ બાબતે રાજભવન પાસે સમય માંગવાની તૈયારી પણ કરી લીધી છે. મહત્વનું છે કે, હાલ પ્રહાર પાર્ટીના આ બંને ધારાસભ્યો હાલ શિંદે જૂથ સાથે ગુવાહાટીમાં છે.

આ સાથે જ સૂત્રોનું કહેવું છે કે, એકનાથ શિંદેના નેતૃત્વમાં ભાજપા અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો મહારાષ્ટ્રમાં આગળની સરકાર બનાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, નેતાઓ આગળની સરકારના ગઠન માટેના નિયમો અંગે પહેલાં જ ચર્ચા કરી ચુક્યા છે. કેબિનેટમાં ભાજપના 28 મંત્રી હશે જેમાં 26 મંત્રી શપથ લેશે. જ્યારે કેબિનેટમાં શિંદે જૂથના 12 મંત્રી હશે. જેમાં 10 મંત્રીઓ શપથ લેશે. 6 ધારાસભ્યએ એક મંત્રી પદ મળશે તેવું પણ નક્કી થઈ ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બધા રાજકીય ડ્રામા વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ આજે મુંબઈથી દિલ્હી પહોંચી ગયા છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget