Maharashtra Political Crisis : મહારાષ્ટ્રના કયા દિગ્ગજ ગુજરાતી નેતાએ કહ્યું, ઉદ્ધવ સરકારના 12 વાગવાના નક્કી?
મહારાષ્ટ્રના દિગ્ગજ ગુજરાતી નેતા કિરીટ સોમૈયાએ ઉદ્ધવ સરકારના 12 વાગવાના નક્કી હોવાનો દાવો કર્યો છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી પછી મંત્રી એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના 30 ધારાસભ્યો ગુજરાતની હોટલમાં રોકાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુરતની લા મેરિડિયન ખાનગી હોટલમાં રોકાયા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપનો પાંચમો ઉમેદવાર જીત્યો તેમાં શિવસેના સહિતના સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની આશંકા છે. બીજી તરફ મહારાષ્ટ્રના દિગ્ગજ ગુજરાતી નેતા કિરીટ સોમૈયાએ ઉદ્ધવ સરકારના 12 વાગવાના નક્કી હોવાનો દાવો કર્યો છે. ટ્વીટ કરીને લખ્યું છે કે, શિવસેના (માફિયા સેના)ને 52 મત મળ્યા 12 મત ફૂટ્યા 9 55 શિવસેના+ 9 સમર્થક= 64). ઉદ્ધવ ઠાકરે સરકારના 12 વાગવાનું નક્કી. આ ટ્વીટ તેમણે મરાઠીમાં કર્યું છે.
આ પછી તેમણે અંગ્રેજીમાં પણ ટ્વીટ કર્યું છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી પરિણામો. શિવસેના (માફિયા સેના)ને 52 મત મળ્યા. 12 ધારાસભ્યોએ બળવો કર્યો (55 શિવસેના + 9 સમર્થકો = 64). ઉદ્ધવ ઠાકરેની માફિયા સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
Maharashtra VidhanParishad Election Results
Shiv Sena (Mafia Sena) got 52 votes.
12 MLA's Revolted (55 Shiv Sena + 9 supporters = 64)
Uddhav Thackeray's Mafia Sarkar's Count Down started. @BJP4India — Kirit Somaiya (@KiritSomaiya) June 21, 2022
शिवसेनेला ( माफिया सेनेला) 52 मत मिळाली.
— Kirit Somaiya (@KiritSomaiya) June 21, 2022
१२ मत फुटली ( 55 शिवसेना + 9 समर्थक = 64)
उद्धव ठाकरे सरकारचे बारा वाजणार हे निश्चित @BJP4India @Dev_Fadnavis
શિવસેનાથી નારાજ એકનાથ શિંદે સહિત 30 ધારાસભ્યો સોમવારની સાંજથી સંપર્ક વિહોણા બન્યા હતાં. જે સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. જેને પગલે હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચુંટણીમાં બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા છે. રાજકીય રીતે કોઈ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણ, એકનાથ શિંદે સાથે પાલઘરના ધારાસભ્ય શ્રીનિવાસ વનગા, અલીબાગના ધારાસભ્ય મહેન્દ્ર દલવી, ભિવંડી ગ્રામીણના ધારાસબ્ય શાંતારામ મોરે સહિતના ધારાસભ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે મળતી વધુ વિગતો પ્રમાણે, પહેલા 11 ધારાસભ્યો બાય રોડ સુરત પહોંચ્યા હતા. અંદાજીત મોડી રાત્રે દોઢ વાગ્યે એકનાથ શિંદે સુરત પહોંચ્યા હતા. બીજી તરફ ધારાસભ્યોએ સુરતમાં ધામા નાંખતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક બેઠક બોલાવી છે. બપોરે 12 વાગ્યે ધોરાસભ્યો સાથે ઉદ્ધવ ઠાકરેની બેઠક મળશે. મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના ધારાસભ્યો માટે મોડી રાતેર પોલીસ પ્રોટેક્શન મંગાયું હતું. વહેલી સવારથી જ સુરત પોલીસે લી મેરિડિયન હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. હોટલ બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત છે. હોટલમાં અન્ય કોઈ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ધારાસભ્ય ઉદયસિંહ રાજપૂતનો ફોન આઉટ ઓફ રેન્જ આવી રહ્યો છે. પ્રકાશ આંબીડકરનો ફોન નોટ રિચેબલ આવી રહ્યો છે. અબ્દુલ સત્તાનો મોબાઇલ પણ ફોન નોટ રિચેબલ આવી રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી શુંભુરાજ દેસાઈનો ફોન નોટ રિચેબલ આવી રહ્યો છે. ઉદ્ધવ સરકારની ઉલટી ગણતરી શરૂ થયાનો કિરીટ સોમૈયાનો દાવો છે. બીજી તરફ શરદ પવારે દિલ્લીમાં બેઠક બોલાવી છે. સરકારના સાથી પક્ષ એનસીપીએ દિલ્લીમાં બેઠક બોલાવી છે.