શોધખોળ કરો
Advertisement
અમિત શાહનો શરદ પવાર અને સોનિયા ગાંધીને પડકાર, કહ્યું- એક વખત બોલીને જુઓ કે CM…..
શાહે ટ્વિટ કરીને કહ્યું, શિવસેનાના તમામ ધારાસભ્યો અમારી સાથે લડીને ચૂંટણી જીત્યા છે. તેમનો એક પણ ધારાસભ્ય એવો નથી જેમણે મોદીનું પોસ્ટર લગાવ્યું ન હોય. શું દેશ અને મહારાષ્ટ્રની જનતા આ નથી જાણતી ?
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં શિવેસના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આવતીકાલે સરકાર બનાવશે. આ દરમિયાન બીજેપીએ અજીત પવાર પર કેમ દાવ લગાવ્યો હતો તે સવાલ ઉઠી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ પણ પાર્ટીની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે. આ દરમિયાને આજે ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યા હતા.
શાહે ટ્વિટ કરીને એનસીપી ચીફ શરદ પવાર અને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પડકાર ફેંક્યો છે. તેમણે લખ્યું, મુખ્યમંત્રી પદની લાલચ આપીને સમર્થન લેવું ખરીદ-વેચાણ નથી. હું શરદજી અને સોનિયા જીને કહેવા ઈચ્છું છું કે એક વખત બોલીને જુઓ કે મુખ્યમંત્રી તેમનો હશે અને બાદમાં શિવસેનાનું સમર્થન લો. આશરે 100 સીટવાળુ ગઠબંધન 56 સીટવાળી પાર્ટીને મુખ્યમંત્રી પદ આપી રહ્યું છે તે ખરીદ-વેચાણ નથી.
તેમણે અન્ય ટ્વિટ કરીને કહ્યું, શિવસેનાના તમામ ધારાસભ્યો અમારી સાથે લડીને ચૂંટણી જીત્યા છે. તેમનો એક પણ ધારાસભ્ય એવો નથી જેમણે મોદીનું પોસ્ટર લગાવ્યું ન હોય. શું દેશ અને મહરાષ્ટ્રની જનતા આ નથી જાણતી ?
મહારાષ્ટ્ર મુદ્દે જેલમાં બંધ પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમે કહ્યું, પ્રધાનમંત્રી.......
અજીત પવાર પર ભાજપમાં ભાગલા, દિગ્ગજ નેતાએ કહ્યું- કૌભાંડના આરોપીનું સમર્થન નહોતું લેવું જોઈતું
WIvAFG: વિશ્વના સૌથી વજનદાર ખેલાડીએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાડેજા-અશ્વિનને રાખ્યા પાછળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement