શોધખોળ કરો
Advertisement
અજીત પવાર પર ભાજપમાં ભાગલા, દિગ્ગજ નેતાએ કહ્યું- કૌભાંડના આરોપીનું સમર્થન નહોતું લેવું જોઈતું
એબીપી ન્યૂઝ સાથે એક્સક્લુસિવ વાત કરતા અજીત પવારે કહ્યું, મારા માટે પાર્ટી જે પણ નક્કી કરશે હું કરીશ. હું કાલે પણ એનસીપીમાં હતો, છું અને રહીશ. અમારા નેતા શરદ પવાર સાહેબ છે.
મુંબઈઃ સરકાર માટે અજીત પવાર પાસેથી સમર્થન લેવા મુદ્દે પ્રથમ વખત ભાજપની અંદર વિરોધનો સૂર ઉભો થયો છે. મહારાષ્ટ્ર બીજેપીની દિગ્ગજ નેતા એકનાથ ખડસેએ કહ્યું કે, બીજેપીએ અજીત પવારનું સમર્થન લેવું નહોતું જોઈએ. તેના પર ગોટાળાના ગંભીર આરોપ હતા. આ સ્થિતિમાં ફેંસલો ઠીક નહોતો.
ખડસેએ કહ્યું, મારો વ્યક્તિગત વિચાર છે કે બીજેપીએ અજીત પવાર પાસેથી સમર્થન લેવું નહોતું જોઈથું. તે સિંચાઈ કૌભાંડમાં આરોપી છે અને ઘણા આરોપોનો સામનો કરી રહ્યા છે. આ કારણે અમારે તેની સાથે ગઠબંધન નહોતું કરવું જોઈતું. મેં ઘણા દિવસો પહેલા કહ્યું હતું કે આવી ઘટનાઓ બની જાય છે.
ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનવા પર અભિનંદન આપતાં કહ્યું, તે એક સ્થિર સરકાર આપશે. મહારાષ્ટ્રમાં અસ્થિરતાને એક મહિનો થઈ ગયો. હવે જે પણ સરકાર આવે તેની પાસેથી સારું અને સ્થિર શાસન આપશે તેવી અપેક્ષા છે.
એબીપી ન્યૂઝ સાથે એક્સક્લુસિવ વાત કરતા અજીત પવારે કહ્યું, મારા માટે પાર્ટી જે પણ નક્કી કરશે હું કરીશ. હું કાલે પણ એનસીપીમાં હતો, છું અને રહીશ. અમારા નેતા શરદ પવાર સાહેબ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી મને જે બતાવશે હું કરીશ.Senior BJP leader Eknath Khadse: My personal opinion is that BJP should not have taken support of Ajit Dada Pawar. He is an accused in the massive irrigation scam and faces many allegations, so we should not have allied with him pic.twitter.com/fjzhmikpDW
— ANI (@ANI) November 27, 2019
Ajit Pawar: I have already said that I was with NCP and I am with NCP. Have they expelled me? Have you heard or read this anywhere? I am still with NCP pic.twitter.com/LChXrfEPkI
— ANI (@ANI) November 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion