શોધખોળ કરો
શરદ પવારે એવો શું પાવર દેખાડ્યો કે માની ગયા અજીત પવાર ? જાણો વિગત
સોમવાર સાંજથી જ પવાર પરિવારે અજીત પવારને મનાવવાની કોશિશ વેગવંતી કરી દીધી હતી. આજે સવારે મુંબઈની ટ્રાઈડેંટ હોટલમં શરદ પવાર, સુપ્રિયા સુલે, પ્રફુલ પટેલ અને જયંત પાટિલે અજીત પવાર સાથે મુલાકાત કરી હતી.

મુંબઈઃ સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ મહારાષ્ટ્રનું રાજકીય ગણિત પૂરી રીતે બદલાઈ ગયું છે. સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટના આદેશ બાદ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારે રાજીનામું આપી દીધું હતું. સોમવાર સાંજથી જ પવાર પરિવારે અજીત પવારને મનાવવાની કોશિશ વેગવંતી કરી દીધી હતી. આજે સવારે મુંબઈની ટ્રાઈડેંટ હોટલમં શરદ પવાર, સુપ્રિયા સુલે, પ્રફુલ પટેલ અને જયંત પાટિલે અજીત પવાર સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, શરદ પવારે કહ્યું કે હું તારાથી નારાજ નથી. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને ઘરે પરત આવી જાવ. સુપ્રિયા સુલેએ પણ અજીત પવારને વિનંતી કરી કે તમારો ફેંસલો ખોટો છે અને ભાજપ સરકાર નથી બનાવતી. તમે ઘરવાપસી કરી લો. અજીત પવાર ચૂપચાપ સાંભળતા રહ્યા હતા. જે બાદ શરદ પવારે ફરી કહ્યું કે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દે અને જો તું રાજીનામું આપી ન શકતો હોય તો કાલે વિધાનસભમાં વિશ્વાસ મત થાય ત્યારે પણ મોં ન બતાવતો. શરદ પવારે એટલે સુધી કહ્યુ કે, તને લાગી રહ્યું છે કે બીજેપીના સ્પીકર તને એનસીપીના વિધાયક દળનો નેતા બનાવી દેશે અને તું વ્હીપ જાહેર કરી દઈશ તો આમ નહીં થઈ શકે. મે આ સમસ્યાનું નિરાકરણ લાવી દીધું છે અને વકીલો સાથે વાત કરી છે. કોઈપણ પાર્ટીને તોડવા માટે 2/3 બહુમતની જરૂર હોય છે. જો તું નહીં માને તો હું એનસીપી-બી બનાવી દઇશ અને મારી પાસે 51 ધારાસભ્યો છે તેથી એનસીપીનો વિધાયક દળનો નેતા બનવા છતાં હું સરકાર બનવા નહીં દઉં. આ મીટિંગના ગણતરીના કલાકોમાં જ અજીત પવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. દેવેન્દ્ર ફડણવીસે અજીત પવારને લઈ પ્રથમ વખત કર્યો આ મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો મહારાષ્ટ્રઃ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે લેશે CM પદના શપથ, જાણો કોણ-કોણ બનશે નાયબ મુખ્યમંત્રી મહારાષ્ટ્રઃ દેવેન્દ્ર ફડણવીસે CM પદેથી આપ્યું રાજીનામું, જાણો કેટલા કલાક ટકી સરકાર ? ઉદ્ધવ ઠાકરે 5 વર્ષ માટે બનશે CM, અજીત પવાર પણ અમારી સાથેઃ સંજય રાઉત
વધુ વાંચો





















