(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રઃ દેવેન્દ્ર ફડણવીસે CM પદેથી આપ્યું રાજીનામું, જાણો કેટલા કલાક ટકી સરકાર ?
આજે બપોરે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. શપથ લીધાના માત્ર 80 કલાકમાં જ ફડણવીસ સરકારનું ફિંડલું વળી ગયું છે.
ફડણવીસે કહ્યું, મહારાષ્ટ્રની જનાતાએ 105 સીટ આપીને ભાજપને સૌથી વધારે સીટો આપી હતી. પરંતુ શિવસેનાએ બીજેપીને ધમકી આપી અને જે વાત નક્કી નહોતી તઈ તેને અમારા પર લાદી દીધી હતી. શિવસેના અમારી સાથે ચર્ચા કરવાના બદલે એનસીપી સાથે ચર્ચા કરતી હતી. અમે ક્યારેય અઢી-અઢી વર્ષ માટે સીએમનો વાયદો કર્યો નહોતો.Devendra Fadnavis resigns as the Chief Minister of #Maharashtra. pic.twitter.com/45ysg3CMx3
— ANI (@ANI) November 26, 2019
શિવસેનાએ તેમની જ મજાક બનાવી લીધી હતી. 15 દિવસ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. જે વાત નક્કી નહોતી તેના પર શિવસેના અડગ રહી. અજીત પવારે સરકાર બનાવવા માટે સમર્થન પર્ત આપ્યું.Devendra Fadnavis: I doubt that this three-wheeler govt will be stable but BJP will work as an effective opposition and try to raise the voice of people https://t.co/23OXat2Lki
— ANI (@ANI) November 26, 2019
હું રાજ્યપાલને રાજીનામું સોંપીશ. અમરી પાસે બહુમત નથી. નવી સરકારને અમારી શુભકામના. અમે વિપક્ષનું કામ કરીશું. વિપરીત વિચારધારા બાદ પણ ત્રણે પક્ષો માત્ર સત્રા માટે સાથે આવ્યા.Devendra Fadnavis: We had decided that we will never indulge in horse trading, that we will never try to break away any MLA. Those who said that we indulge in horse trading bought the entire horse stable. #Maharashtra pic.twitter.com/Ys72S9aPTA
— ANI (@ANI) November 26, 2019
શિવસેના ખુદને હિન્દુત્વવાદી પાર્ટી કહે છે પરંતુ તેમનું હિંદુત્વ હાલ સોનિયા ગાંધીના ચરણોમાં છે. મેં ગઈકાલે જોયું કે શિવેસના નેતા સોનિયાજીની કસમ ખાતા હતા પરંતુ આ તેમનો વિષય છે. અજીત પવારે મને મળીને કહ્યું કે, તેઓ આ સરકારમાં નહીં રહી શકે અને તેથી તેમણે મને રાજીનામું આપ્યું. તેમના રાજીનામા બાદ બહુમત માટે જેટલા ધારાસભ્યો બીજેપીને જોઈએ તેટલા અમારી પાસે નથી. જે બાદ બીજેપીએ નિર્ણય લીધો કે અમારી પાસે બહુમત નથી અને તેથી રાજીનામું આપવાનો ફેંસલો લીધો. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું તે બાદ 10 દિવસ સુધી ત્રણેય પક્ષો કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરી શક્યા નહોતા. જેનો હેતુ માત્ર બીજેપીને સત્તાથી દૂર રાખવાનો હતો. તેમની વૈચારિક ભૂમિકા એકબીજા સાથે મેળ નથી ખાતી. શિવસેનાનું હિંદુત્વ હવે સોનિયાજીના ચરણોમાં નતમસ્તક છે. ઉદ્ધવ ઠાકરે 5 વર્ષ માટે બનશે CM, અજીત પવાર પણ અમારી સાથેઃ સંજય રાઉતDevendra Fadnavis: In elections clear majority was given to Mahayuti and BJP got maximum 105 seats. We contested with Shiv Sena, but this mandate was for BJP because BJP won 70 percent seats out of all seats we contested pic.twitter.com/vpSV5J1R36
— ANI (@ANI) November 26, 2019