શોધખોળ કરો
Advertisement
દેવેન્દ્ર ફડણવીસે અજીત પવારને લઈ પ્રથમ વખત કર્યો આ મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો
અજીત પવારે રાજીનામું આપ્યા બાદ બપોરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. શપથ લીધાના માત્ર 80 કલાકમાં જ ફડણવીસ સરકારનું ફિંડલું વળી ગયું હતું.
મુંબઈઃ સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ મહારાષ્ટ્રનું રાજકીય ગણિત પૂરી રીતે બદલાઈ ગયું છે. અજીત પવારે ઉપ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. સૌ પ્રથમ અજીત પવારે રાજીનામું આપ્યા બાદ બપોરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. શપથ લીધાના માત્ર 80 કલાકમાં જ ફડણવીસ સરકારનું ફિંડલું વળી ગયું હતું.
ફડણવીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું, અજીત પવારે મને મળીને કહ્યું તેઓ અંગત કારણોસર આ સરકારમાં નહીં રહી શકે અને તેથી તેમણે મને રાજીનામું આપ્યું. તેમના રાજીનામા બાદ બહુમત માટે જેટલા ધારાસભ્યો બીજેપીને જોઈએ તેટલા અમારી પાસે નથી. જે બાદ બીજેપીએ નિર્ણય લીધો કે અમારી પાસે બહુમત નથી અને તેથી રાજીનામું આપવાનો ફેંસલો લીધો. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું તે બાદ 10 દિવસ સુધી ત્રણેય પક્ષો કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરી શક્યા નહોતા. જેનો હેતુ માત્ર બીજેપીને સત્તાથી દૂર રાખવાનો હતો. તેમની વૈચારિક ભૂમિકા એકબીજા સાથે મેળ નથી ખાતી. શિવસેનાનું હિંદુત્વ હવે સોનિયાજીના ચરણોમાં નતમસ્તક છે.
ફડણવીસે કહ્યું, મહારાષ્ટ્રની જનાતાએ 105 સીટ આપીને ભાજપને સૌથી વધારે સીટો આપી હતી. પરંતુ શિવસેનાએ બીજેપીને ધમકી આપી અને જે વાત નક્કી નહોતી તઈ તેને અમારા પર લાદી દીધી હતી. શિવસેના અમારી સાથે ચર્ચા કરવાના બદલે એનસીપી સાથે ચર્ચા કરતી હતી. અમે ક્યારેય અઢી-અઢી વર્ષ માટે સીએમનો વાયદો કર્યો નહોતો.Devendra Fadnavis: He(Ajit Pawar) told me that he has resigned due to personal reasons pic.twitter.com/oIt7Za9odX
— ANI (@ANI) November 26, 2019
મહારાષ્ટ્રઃ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે લેશે CM પદના શપથ, જાણો કોણ-કોણ બનશે નાયબ મુખ્યમંત્રી મહારાષ્ટ્રઃ દેવેન્દ્ર ફડણવીસે CM પદેથી આપ્યું રાજીનામું, જાણો કેટલા કલાક ટકી સરકાર ? ઉદ્ધવ ઠાકરે 5 વર્ષ માટે બનશે CM, અજીત પવાર પણ અમારી સાથેઃ સંજય રાઉત#Correction Devendra Fadnavis: Shiv Sena told us even before* election results came, that they will go with anyone which gives them the CM post. https://t.co/ZSFMKpl2vR pic.twitter.com/09MwJbBobx
— ANI (@ANI) November 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement