શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Maharashtra Politics: શિવસેના-ભાજપમાં ભંગાણના સંકેત, મુખ્યમંત્રી શિંદેના દિકરાએ રાજીનામું આપવાની આપી ચીમકી

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ જોવા મળી છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને ભાજપ વચ્ચે ભંગાણના સંકેત જોવા મળ્યા છે.

Shiv Sena And BJP Conflict: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ જોવા મળી છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને ભાજપ વચ્ચે ભંગાણના સંકેત જોવા મળ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ તેમના પદ પરથી રાજીનામું આપવાની ચીમકી આપી   છે. તે ઘણા મુદ્દાઓ પર નારાજ હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને ભાજપની ગઠબંધન સરકાર છે. હવે આ ગઠબંધનમાં તિરાડ પડવાના સંકેત દેખાઈ રહ્યા છે.  કલ્યાણ લોકસભા સીટના સાંસદ શ્રીકાંત શિંદેએ ભાજપના કેટલાક નેતાઓ પર શિવસેના-ભાજપ ગઠબંધનને નબળું પાડીને સ્વાર્થી રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. ગુરુવારે (08 જૂન) ડોમ્બિવલીમાં ભાજપ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી જેમાં શિવસેનાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે શ્રીકાંત શિંદે પરેશાન છે.

શું છે સમગ્ર મામલો ?

હકીકતમાં ભાજપના કાર્યકર્તા નંદુ જોશી વિરુદ્ધ એક મહિલાની છેડતી કરવા બદલ FIR નોંધવામાં આવી છે. આ અંગે નંદુ જોશી અને ઘણા કાર્યકરોએ આરોપ લગાવ્યો કે ડોમ્બિવલી માનપાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવા પાછળ શિવસેનાનો હાથ છે.

રાજ્યકક્ષાના મંત્રી રવિન્દ્ર ચૌહાણના નેતૃત્વમાં બેઠક યોજાઈ હતી

બીજી તરફ, બુધવારે ડોમ્બિવલીમાં રાજ્યકક્ષાના મંત્રી રવિન્દ્ર ચૌહાણના નેતૃત્વમાં બેઠક યોજાઈ હતી, જેમાં શિવસેનાને અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય બીજુ કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપે ગુરુવારે લોકસભા ચૂંટણીમાં 48 સીટો માટે પ્રભારીઓના નામની જાહેરાત કરી દીધી છે.

48 લોકસભા બેઠકો માટે ચૂંટણી પ્રમુખોની જાહેરાત

મહારાષ્ટ્રમાં ભાજપે ગુરુવારે (08 જૂન) રાજ્યની 48 લોકસભા બેઠકો અને 288 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી પ્રમુખોની જાહેરાત કરી. આ અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે શિવસેના સાથે ગઠબંધન કરીને મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે શિવસેના જે બેઠકો પર ચૂંટણી લડશે ત્યાં ભાજપના ચૂંટણી વડા શિવસેનાના ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવા માટે કામ કરશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ 10 જૂને મધ્ય મહારાષ્ટ્રના નાંદેડમાં એક રેલીને સંબોધિત કરશે અને પાર્ટી રાજ્યમાં મોદીની રેલીનું આયોજન પણ કરી રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરા કચડી નાખશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
Embed widget