મુંબઈમાં સતત બીજા દિવસે કોરોનાના બે હજારથી ઓછા કેસ નોંધાયા, જાણો મહારાષ્ટ્રની શું છે સ્થિતિ
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 45,41,391 લોકો સંક્રમણમાંથી બહાર આવ્યા છે. જ્યારે હાલમાં એક્ટિવ કેસ 5,58,996 છે.
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ(Mumabai)માં કોવિડ-19 (Covid 19)ના નવા કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. મંગળવારે કોરોના સંક્રમણના 1717 નવા કેસ નોંધાયા જ્યારે 51 દર્દીઓના મોત થયા હતા.
બીએમસીએ જણાવ્યું કે, નવા કેસો આવ્યા બાદ મુંબઇમાં કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 6,79,986 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીથી અત્યાર સુધી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 13,942 થઈ ગઈ છે.
મુંબઈમાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા બે હજારથી નીચે આવ્યા છે. અગાઉ 4 એપ્રિલે રેકોર્ડ 11,163 કેસ નોંધાયા હતા. આ પહેલા સોમવારે સંક્રમણના નવા 1,794 કેસ નોંધાયા હતા જ્યારે 74 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.
મહારાષ્ટ્ર (Maharashtra)ની વાત કરીએ તો મંગળવારે કોરોનાના 40,956 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 51,79,929 થઈ ગઈ છે. આરોગ્ય વિભાના એક અધિકારીએ જણાવ્યું કે, સંક્રમણથી 793 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 77,191 લોકોનું આ મહામારીથી મૃત્યુ થયું છે. રાજ્યમાં એક દિવસ પહેલા સંક્રમણના 37,236 નવા કેસ સામે આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 45,41,391 લોકો સંક્રમણમાંથી બહાર આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસ 5,58,996 છે. સોમવારે 31 માર્ચ બાદ પહેલીવાર કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા 40 હજારની નીચે રહી હતી. દેશમાં કોવિડ -19 થી મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે જ્યાં 31 માર્ચે 39,544 નવા કેસ નોંધાયા હતા.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221
કુલ મોત - 2 લાખ 49 હજાર 992
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ધીમી ગતિએ વધી રહ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના કેસમાં 37,572નો ઘટાડો થયો હતો.