શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં COVID-19ના કુલ કેસ 300ને પાર, છેલ્લા કેટલાક કલાકોમાં 72 કેસ સામે આવ્યા
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 300ને પાર થયો છે. આજે સવારે આ આંકડો 230 હતો પરંતુ છેલ્લા કેટલાક કલાકોમાં 72 કેસ સામે આવ્યા છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 300ને પાર થયો છે. આજે સવારે આ આંકડો 230 હતો પરંતુ છેલ્લા કેટલાક કલાકોમાં 72 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કુલ કેસ 302 થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ મુંબઈમાં છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિતની સંખ્યા 59 છે.
મુંબઈમાં 59 કેસની સાથે મહારાષ્ટ્રના નાગરમાં ત્રણ, પુણેમાં બે,ઠાણેમાં બે, કેડીએમસીમાં બે, નવી મુંબઈમાં બે અને વસઈ-વિરારમાં કુલ બે કેસ છે. કુલ મળીને અત્યાર સુધીમાં દેશમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ મહારાષ્ટ્રમાં છે. બીજા નંબર પર કેરળ છે.
સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 1400ને પાર પહોંચી છે. દેશભરમાં અત્યાર સુધીમાં 1442 કેસ સામે આવ્યા છે. આ વાયરસના કારણે 32 લોકોના મોત થયા છે. સારવાર બાદ કુલ 140 લોકો સાજા થયા છે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 227 લોકો COVID-19થી સંક્રમિત થયા છે અને ત્રણ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કેટલાક લોકેશન પર લોકોનું સમર્થન ન મળવાના કારણે કેસ વધ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement