શોધખોળ કરો
Advertisement
એરો ઈન્ડિયા 2019: બેંગલુરુમાં એર શોના પાર્કિંગમાં લાગી ભીષણ આગ, 100થી વધુ કાર બળીને ખાખ
બેંગલુરુ: બેંગલુરુમાં ચાલી રહેલા એર શૉ (એરો ઇન્ડિયા 2019) દરમિયાન મોટી દુર્ઘટના બની છે. પાર્કિંગમાં ઉભેલા વાહોનાં ભીષણ આગ લાગતા અંદાજે 100થી વધુ વાહનો બળીને ખાખ થઇ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાર્કિંગની પાસે સૂકા ઘાસમાં આગ લાગતા આ ભયાનક અકસ્માત સર્જાયો. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જ્યાં આગ લાગી છે ત્યાંથી અંદાજે 200 મીટરની દૂરી પર રનવે છે. ફાયરબ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર આગમાં 80થી 100 કાર બળીને ખાખ થઇ ગઈ છે.
જણાવી દઈએ કે એર શો શરૂ શરૂ થવાના એક દિવસ પહેલા 19 ફેબ્રુઆરીએ પ્રેક્ટિસ દરમ્યાન બે વિમાનો ટકરાયા હતા. જેમાં ભારતીય વાયુસેનાના એક પાયલટ શાહિલ ગાંધીનું મોત થયું હતું. અકસ્માતમાં બે પાયલટોના જીવ બચી ગયા હતા, પરંતુ સાહિલના વિમાનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થતા તે વિમાનમાંથી બહાર નીકળી શકયો નહીં અને અકસ્માતમાં મોત થયું.Karnataka: According to the fire department, 80-100 cars gutted in fire near the venue of #AeroIndia2019 in Bengaluru pic.twitter.com/pwpTKDzIgT
— ANI (@ANI) February 23, 2019
Bengaluru: Fire breaks out at car parking area near the venue of #AeroIndia2019 pic.twitter.com/bwIrYx5fzc
— ANI (@ANI) February 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement