શોધખોળ કરો
મમતા બેનર્જીએ સમૂહ લગ્નમાં કર્યો શાનદાર ડાંસ, વીડિયો થયો વાયરલ
આ સમારોહમાં પરંપરાગત નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નૃત્ય કરી રહેલા કલાકારોએ મમતા બેનર્જીનો હાથ પકડીને તેમને પોતાની સાથે નચાવ્યા હતા.

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન રાજનેતાઓ લોકોને આકર્ષવાની એક પણ રીત જતી કરવા માંગતા નથી. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી અલીરાજપુરના ફલકટામાં એક સમૂહ લગ્નોત્સવમાં સામેલ થયા હતા. આ સમારોહમાં પરંપરાગત નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નૃત્ય કરી રહેલા કલાકારોએ મમતા બેનર્જીનો હાથ પકડીને તેમને પોતાની સાથે નચાવ્યા હતા. તેમનો આ નૃત્ય કરતો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
વધુ વાંચો



















