Manipur Election 2022: મણિપુરમાં એક વાગ્યા સુધી 49 ટકા મતદાન, બે રાજકીય પક્ષો વચ્ચે અથડામણ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત
મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 38 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.
LIVE
Background
Manipur Election Updates: મણિપુરમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. બે તબક્કાની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થશે. મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 38 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પંચે દાવો કર્યો છે કે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થનારી 38 વિધાનસભા બેઠકોમાંથી 29 પર્વતિય વિસ્તારમાં છે. આ 29 વિધાનસભા બેઠકો ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર જિલ્લામાં છે. અન્ય નવ વિધાનસભા બેઠકો ચુરાચંદપુર, કાંગપોકપી અને ફરજાલ જિલ્લામાં છે. મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 38 વિધાનસભા સીટો પર 173 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
મણિપુરમાં પ્રથમ તબક્કાના મતદાનમાં બપોરે 1 વાગ્યા સુધી 49 ટકા મતદાન
મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધી 48.88 ટકા મતદાન નોંધાયું હતું.
ચુરાચાંદપુર જિલ્લામાં લડાઇ
પોલીસે માહિતી આપી છે કે ચુરાચાંદપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બે રાજકીય પક્ષો વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. અથડામણમાં એક ઇવીએમને નુકસાન થયું હતું, તેને બદલવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં મતદાન શરૂ થશે.
મણિપુર વિધાનસભા ચૂંટણી
મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 27.34 ટકા મતદાન નોંધાયું હતું.
કેન્દ્રિય મંત્રીએ મતદાન કરવાની કરી અપીલ
મણિપુરમાં ચૂંટણી પહેલા JD(U) ઉમેદવારને ગોળી મારી
મણિપુરમાં ચૂંટણી પહેલા હિંસાની ઘટનાઓ ઘટી રહી છે. શનિવારે મોડી રાત્રે જનતા દળ (યુનાઈટેડ)ના ઉમેદવારની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું હતું કે અક્ષેત્રીગાંવ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા JD(U)ના ઉમેદવાર વેંગબમ રોજિત સિંહ જ્યારે તેમના પક્ષના કાર્યકરો સાથે ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બાઇક પર સવાર બે હુમલાખોરોએ તેમની ગોળી મારી હત્યા કરી હતી.